અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં આવેલી કોર્પોરેશન હસ્તકની હોસ્પિટલોના નવીનીકરણને લઈને કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા છે તેમાં પણ ખાસ કરીને શારદાબેન હોસ્પિટલ સિવાય એલ.જી હોસ્પિટલમાં પણ નવીનીકરણ કરવામાં આવશે જેમાં ત્યાંધુનિક સુવિધાઓ સાથે હોસ્પિટલની વ્યવસ્થા સુચારૂ કરવાનો નિર્ણય કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો છે.
શારદાબેન સાથો-સાથ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શેઠ એલ. જી. હોસ્પિટલનું અંદાજીત રૂ. ૧૬૪ કરોડના ખર્ચે નવીનીકરણ કરી મલ્ટીસ્ટોરીઝ શેઠ એલ. જી. હોસ્પિટલ બનાવવામાં આવશે.
કુલ ૩૯૮૬૪.૭૮ ચો.મી. પ્લોટ એરીયામાં નવીનીકરણ થશે. જેમાં બે બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર અને ૯ માળનું રહેશે.
આ ઉપરાંત ૬૮ ટુ વ્હિલર તથા ૧૨૮ ફોર વ્હિલર પાર્કિંગની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવશે. આ હોસ્પિટલમાં ૭૦૦ બેડ, ૮૦ જેટલા આઈ. સી. યુ. બેડ, ગાયનેક, સાઈકીયાટ્રીક, રેડીયોલોજી, પીડીયાટ્રીક, ડર્મેટોલોજી, બર્ન્સ તેજ કોન્ફરન્સ હોલની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે.
દિવાળી નિમિત્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ પ્રકારે એક પછી એક નિર્ણય લેવામાં આવ્યા છે જેમાં આ હોસ્પિટલ ઘણી જૂની હોસ્પિટલ છે ત્યારે અગાઉ પણ તેના નવીનીકરણને લઈને વાત સામે આવી હતી ત્યારે તેને ધ્યાનમાં રાખીને આ બાબતે નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી પેશન્ટને નવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. AMC તેની એક પછી એક હોસ્પિટલોનું નવીનીકરણ કરી રહી છે.