અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દિવાળીના તહેવાર નિમિત્તે અનોખી ભેટ પૂર્વ વિસ્તારમાં આપવામાં આવી છે. પૂર્વ વિસ્તારના કેટલાક કામો છે તેને લઈને ખાતમુહુર્ત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યા છે.
ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનના બાપુનગર વોર્ડમાં લાલબહાદુર શાસ્ત્રી સ્ટેડીયમને અંદાજીત રુ. ૨૦.૬૦ કરોડના ખર્ચે બનાવવામાં આવશે. લાલબહાદુર શાસ્ત્રી તળાવને ફરતે નમો વનનું નિર્માણ થશે
આગામી સમયમાં વિકાસને લગતા કામો ઝડપી બને તે હેતુથી કોર્પોરેશન દ્વારા કેટલાક નિર્ણય અગાઉ લેવામાં આવ્યા હતા તેમજ અગાઉ જે બજેટ મંજૂર કરાયું હતું તેમાં કેટલીક દરખાસ્ત મુકાઈ હતી આ દરખાસ્તને અનુલક્ષીને કોર્પોરેશન સ્ટેન્ડિંગ કમિટી દ્વારા કેટલાક બજેટને લાગતી દરખાસ્ત મંજુર કરાઇ છે. ત્યારે ખાતમુહુર્ત પણ પૂર્વ વિસ્તારમાં વિવિધ કામોને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યા છે.
લાલબહાદુર શાસ્ત્રી સ્ટેડીયમમાં પાર્ટી પ્લોટ, નગીનાવાડી, પાર્કિંગ એરીયા તેમજ બાળકો માટે રમત-ગમત તથા આઉટડોર જીમના સાધનોની સુવિધા સહિત ડેવલપ કરવામાં આવશે.
આ સાથે ૨૦૦૦ રનીંગ મીટર લંબાઈનો આકર્ષક વોકીંગ ટ્રેક, જુદી જુદી જાતના ૧,૫૦,૦૦૦ ફુલછોડનું પ્લાન્ટેશન, એન્ટ્રન્સ, રીચાર્જ વેલ, ફુટ ઓવર બ્રીજ તથા વ્યુ ગેલરી, અલગ અલગ પ્રકારની આકર્ષક એડવેન્ચર એક્ટીવીટીઝ ઉભી કરવામાં આવશે.