પાટણમાં છૂટાછેડા બાદ સંતાનને મારી નાખવાની ધમકી આપી પૂર્વ પતિએ દુષ્કર્મ આચર્યુ પાટણમાં છૂટાછેડા આપેલા પૂર્વ પતિએ પૂર્વ પત્નીને સંતાનને મારી નાખવાની ધમકી આપી 19 દિવસ ઘરમાં રાખીને અવાર નવાર દુષ્કર્મ આચર્યુ હતુ મહિલાઓ પાટણ બી ડીવીઝન પોલીસ મથકે પૂર્વ પતિ સામે દુષ્કર્મ અને મારઝુડની ફરિયાદ નોંધાવી હતી . પોલીસે આરોપીને પકડી પાડવા ચક્રોગતિમાન કર્યા છે પાટણ શહેરમાં રહેતી મહિલાના લગ્ન જીવન દરમ્યાનમાં અેક દિકરાને જન્મ આપ્યો હતો . પણ પતિ – પત્ની વચ્ચે અવાર નવાર ઝઘડાના કારણે પત્ની છુટાછેડા લીધા હતા મહિલા તેના પિયર રહેતી હતી પરંતુ તેના પૂર્વ પતિ મહિલાને તારીખ 01/10/2022 ના રોજ મોબાઈલથી ફોન કરીને પત્નીને તેના સંતાન મારી નાખવાની ધમકી અાપી ઘરે બોલાવી એક મહિનો રાખીને તેની સાથે મારઝૂડ કરીને અવાર નવાર શરીર સંબંધ બાંધી હેરાન પરેશાન કરતો હતો ત્રસ્ત બનેલી મહિલાઅે પાટણ શહેર બી ડીવીઝન પોલીસ મથકે શખ્સ દરજી ચેતનકુમાર રમેશભાઇ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . તેના તપાસ પીએસાઇ બી.સી.છત્રાલીયાએ જણાવ્યુ હતુ કે મહિલાનુ મેડીકલ ચેકઅપ પ્રક્રિયા પુર્ણ કરીને આરોપીની શોધખોળ હાથ ધરી છે