પાટણ પંથકમાં અવાર નવાર ઝેરી જનાવરોની સાથે સાથે સાપ,અજગર દેખા દેતા હોય છે જેને જીવદયાપ્રેમી ઓ દ્વારા સિફતપૂર્વક પકડી વન વિભાગ ની મદદથી દુર જંગલ વિસ્તારમાં સુરક્ષિત છોડી આવતા હોય છે ત્યારે ગતરોજ પાટણના શેરપુરા ગામે રાત્રે 11 વાગે અજગર જોવા મળતા ગામ લોકો માં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો ત્યારે આ બાબતે ગ્રામજનો દ્વારા પાટણના ધારાસભ્ય ને જાણ કરાતાં તેઓએ તાત્કાલિક જીવદયા ની ટીમ ને જાણ કરતાં ટીમે શેરપુરા ગામે પહોંચી જઈ વિશાળ કાય અજગરને સિફતપૂર્વક રીતે પકડી પાટણ સર્કીટ હાઉસ ખાતે લાવવામાં આવ્યો હતો ત્યાર બાદ પકડેલ અજગરને પાટણ વન વિભાગ ને સોંપવામાં આવ્યો હતો. પાટણ સર્કિટ હાઉસ ખાતે પકડીને લવાયેલા અજગરને પાટણ ધારાસભ્ય દ્વારા પોતાના ગળામાં હારની જેમ પહેરીને અજગરને જોઈ લો લઈ લો બોલતાં હોય તેવો વિડીયો સોશ્યલ મીડિયા પોતાની જાતે જ વાયરલ કરતા પાટણના ધારાસભ્ય નાં આ સ્ટટને લોકો એ જોખમી ગણાવ્યો હતો પાટણ ના ધારાસભ્ય કિરીટ પટેલે પોતાની જાતે જ અજગર સાથેનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો