મહાપર્વ દિવાળી ભારતભરમાં ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે પરંતુ ઘણા એવા લોકો હોય છે જે આ મહાપર્વ ગરીબીના અભાવના કારણે ઉજવી શકતા નથી ત્યારે કેટલાક લોકો આ ગરીબીની સીમાથી પણ નીચેના લોકો સાથે મળી આ મહાપર્વની ઉજવણી કરતા હોય છે. તેવામાં જ એક વિડીયો સામે આવ્યો જ્યાં એક 17 વર્ષીય બાળક જે ઉધના મેઇન રોડ રોકડિયા હનુમાન મંદિર પાસેના ગરીબ બાળકો સાથે ફટાકડા ફોડી આ મહાપર્વની ઉજવણી કરી હતી../
મહાપર્વ આખા ભારતભરમાં દિવાળીના નામેથી ઓળખાય છે આ પર્વ માં….અસત્ય પર સત્યની જીત, અંધકાર પર ઉજાસની જીત, ભેદભાવ પર એકતાની જીત, લોભી પર ઉદારની જીતનું પ્રતીક છે. પરંતુ કેટલાક ગરીબ મસ્કીન લોકો આ મહાપર્વથી વંચિત રહી જતા હોય છે પરંતુ આ પર્વ એમ જ મહાપર્વ નહીં કહેવાય કારણકે ભારત દેશ આખા વિશ્વમાં એક એવો દેશ છે જ્યાં લોકો એકબીજા સાથે મળી દરેક પર્વને ઉજવતા હોય છે
એવો જ એક વિડીયો સામે આવ્યો જ્યાં એક 17 વર્ષીય બાળક સુરતના રોકડિયા હનુમાન નજીક ફૂટપાથ પર રહેતા આ ગરીબ બાળકોને મીઠાઈ વેચી અને તેઓના સાથે ફટાકડા ફોડી એકતાની મિસાલ કાયમ કરી હતી જ્યાં એક તરફ લોકો પોતાના પરિવારજનો સાથે દિવાળીની ઉજવણી કરતા હતા ત્યારે આ બાળક સોહેલ સાયકલ વાલા જે પૂર્વ કોર્પોરેટરનો છોકરો હોવા છતાંય પોતાના વાલા મિત્રો અને સગા સંબંધીઓની સાથે નહીં બલકી ગરીબ બાળકો સાથે દિવાળીની ઉજવણી કરી જેથી આ ગરીબ બાળકો ખૂબ ઉત્સાહ અને આનંદ અનુભવ્યું હતું. જે ખરેખર સાચા અર્થમાં એકતાની મિસાલ કહી શકાય..!