*ભરૂચમાં 108 સેવા દ્વારા અનોખી રીતે દિવાળી ની ઉજવણી કરવામાં આવી.*
*શહેર ના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં જાય ને 108 ના કર્મચારીઓ દ્વારા બાળકો સાથે દીપ પ્રજલિત અને ફટાકડા ફોડી દિવાળી પર્વની ઉજવણી કરી’*
*“ઝૂંપડપટ્ટી અને વૃદ્ધ વડીલોના સંતાનો તરીકે 108 ના કર્મચારીઓ ઉત્સાહભેર દિપાવલીના પર્વની ઉજવણી ઝૂંપડપટ્ટી વિસ્તાર કરવા અને એમનાં ઘરે દીપ પ્રજલિત કરી આપ્યા છીએ.”
રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર ના નેજા હેઠળ ચાલતી 108 સેવા ના કર્મચારીઓ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ખાતે દિપાવલીના પાવન અવસરે રહેતા વડીલો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. 108 સેવા કર્મચારીઓ વડીલશ્રીઓનું મોં મીઠું કરી આશીર્વાદ મેળવીને આવનારા નૂતન વર્ષ માટે શુભકામનાઓ પાઠવી હતી. સાથે ઝૂંપડપટ્ટી વિસ્તાર ના બાળકો સાથે ફટાકડા ફોડી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં દિવાળી પર ની રોશની ફેલાવી હતી
આ તકે 108 સેવા ના જિલ્લા અધિકારી ઈરફાન દીવાન એ જણાવતા કહ્યું હતું કે, 108 સેવા ના કર્મચારીઓ પોતાના પરિવાર થી દુર રહી અને દિપાવલીની ઉજવણી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં કરી અને વિસ્તારમાં તહેવારોની આનંદ માણી હતો, આ પ્રસંગે ઝૂંપડપટ્ટી વિસ્તારના વૃધ્ધ વડીલોએ ઓવારણાં લઈને આશીર્વાદ પ્રાપ્ત થાય હતાં.
આ સાથે જિલ્લામાં તહેવારો માં રાત દિન તત્પર, પોતાના તહેવારો અને પરિવાર સાથે ઉજવણી પરવા કર્યા વિના જિલ્લામાં આકસ્મીક પરિસ્થિતિમાં સલામતી માટે ખડે પગે રહેનાર એવાં નિર્ભય રીતે 108 સેવા ના કર્મચારીઓ સેવા આપી રહ્યા છે.
આજ રીતે જિલ્લાની કોઈપણ પરિસ્થિતિમાં સતત લોકોની વચ્ચે રહી લોકોને આપાતકાલીન પરિસ્થિતિમાં સેવા આપતી 108 સેવા ના કર્મચારીઓ સતત તત્પર અને કટિબદ્ધતી રહે છે.