સુરતના સીંગણપોર વિસ્તારમાં તાપી નદી માંથી એક લાશ મળી આવી હતી..લાશનું માથું કપાયેલી હાલતમાં જોવા મળતા જ સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.
સુરત માં હત્યાની ઘટના દિવસેને દિવસે વધી રહી છે..સુરત શહેરમા સતત ક્રાઇમ રેટમાં વધારો થઈ રહયો છે..હત્યા થયેલી લાશો પણ સતત મળતી આવી છે..તેવામાં સુરતના સીંગણપોર વિસ્તારમાં તાપી નદીની અંદર એક યુવકની માથા વગરની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.
.તાપી નદીમાંથી લાશ મળી આવતા સ્થાનિકોએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો..જેથી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી..અને મૃતક યુવકની તપાસ શરૂ કરી હતી..
લાશની તપાસ દરમ્યાન યુવકના ખિસ્સામાથી વિપુલ મકવાણા નામના ડોક્યુમેન્ટ મળી આવ્યા હતા. જેથી લાશને પીએમ અર્થે તાત્કાલિક હોસ્પિટલ ખસેડી મળેલા ડોક્યુમેન્ટના આધારે યુવકના પરિવારજનોને શોધવાની તપાસ શરૂ કરી છે..યુવકની માથા વગરની લાશ મળતા પોલીસે તપાસ શરૂ કરી હતી..ખરેખર યુવકની માથું કાપી હત્યા કરાઈ છે કે પછી તાપી નદીમાં કોઈ જળચર પ્રાણીએ નુકશાન પહોચાડ્યું છે તે તમામ દિશામા હાલ પોલીસે તપાસ શરૂ કરી છે..હાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે