સુરત શહેરમાં દિવાળી વેકેશન દરમિયાન લોકો પોતાના વતન અથવા બહાર ફરવા જતા હોય છે ત્યારે સુરત શહેર પોલીસ દ્વારા એક ખાસ અપીલ કરવામાં આવી છે કે ઘર બંધ કરતી વખતે સાવચેતી રાખવામાં આવે જેવા અનેક સૂચનો પોલીસ દ્વારા આપવામાં આવ્યા છે ત્યારે આવો જાણીએ શું સાવચેતી રાખવી જોઈએ.
દર વર્ષે દિવાળી વેકેશન પડતાની સાથે સુરત શહેરના લોકો પોતાના વતન અથવા તો બહાર ફરવા જતા હોય છે અને વેકેશન મનાવા ૧૦ થી ૨૦ દિવસ બાદ પરત ફરતા હોય છે અને આવા સમયે ઘરમાં ચોરી થવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જેને લઈને આ વર્ષે સુરત પોલીસ દ્વારા શહેરીજનોને એક ખાસ અપીલ કરવામાં આવી છે જેમાં ખાસ મુદ્દાઓ બાબતે જાણવું જરૂરી છે જેમાં જે લોકો વતન અથવા તો ફરવા જાય છે તે લોકો સોસાયટીના પ્રમુખ અથવા તો નજીકના પોલીસ મથકમાં જાણ કરે. શક્ય હોય તો ઘરમાં એક લાઈટ ચાલુ રાખે જેનાથી કોઈ ચોર ઇસમ આવે તો તેમને લાગે કે ઘરમાં કોઈ છે ખાસ સીસીટીવી લગાવવામાં આવે અને બહારથી આવતા લોકોને સોસાયટીમાં હાજર લોકો ખરી કરે જેનાથી ચોરીની ઘટના અટકી શકે
પોલીસ દ્વારા જાહેરમાં મીટીંગ કરી સોસાયટીના પ્રમુખોને જાણ કરી જાહેર જનતાને કેહવામાં આવે છે કે જે લોકો બહાર જતા હોય છે તે તેમના ઘરે સાયરન વાળો લોક રાખે જે આસાનીથી મળી શકે છે જેનાથી જો કોઈ ઇસમ ચોરી કરવાનો પ્રયાસ કરે તે સાયરન વાગતા જ ચોરી કરનાર ઇસમ ભાગી જાય છે ચોરીનો બનાવ અટકી શકે
અન્ય એક બાબતનું પણ સુચન આપવામાં આવ્યું છે કે જે લોકો બહાર અથવા વતન જાય છે તે લોકો પોતાના ઘરમાં જોખમ ન રાખે અને પોતાના ઘરમાં રાખવામાં આવેલ દાગીના અને રોકડા રૂપિયા લોકરમાં મુકીને જાય અથવા તો નજીક સબંધીને ત્યાં સાચવીને મૂકી દેવામાં આવે જેનાથી મોટી ચોરી થતા અટકી શકે સાથે સાથે જે લોકો બહાર નથી જવાના જે સુરતમાં જ રેહવાના છે તે લોકો રાત્રી દરમિયાન વાર ફરતી સોસાયટીના ગેટ બહાર જાગે અને પેહરો આપે જેનાથી પણ ચોરીના બનાવો અટકી શકે
સુરત શહેર પોલીસ દ્વારા લોકો માટે જરૂરી સૂચનો આપવામાં આવ્યા છે જે લોકો બહાર જાય છે તે અવશ્ય પાલન કરે અને પોલીસ દ્વારા તમામ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવશે પરંતુ જો લોકો જાગૃત હશે તો અનેક ગુનાઓ બનતા અટકી શકશે