પાટણના ભાગવત કથાકાર દ્વારા દીપાવલીએ પૌરાણિક વેદ પુરાણ શાસ્ત્રોની પૂજા કરવામાં આવી દિપોત્સવ પર્વ નિમિત્તે પાટણના પ્રસિદ્ધ કથાકાર શાસ્ત્રી દિલીપભાઈ આચાર્ય દ્વારા વર્ષોથી માં સરસ્વતીની ઉપાસના તમામ શાસ્ત્રો , પુરાણો , વેદ , ઉપનિષદ , બ્રાહ્મણગ્રંથો , નીતિ અને સ્મૃતિ વગેરે ગ્રંથસ્વરૂપમાં સરસ્વતીની મહાપૂજા દ્વારા કરવામાં આવી હતી . તેમના ત્યાં આશરે 300 વર્ષ પુરાણા હસ્તલિખિત અનેક અલભ્ય ગ્રંથનો સંગ્રહ છે શ્રીમદ્ ભાગવત , શ્રીશિવપુરાણ , લીંગપુરાણ , માર્કડેયપુરાણ , નારદપુરાણ , વિષ્ણુ પુરાણ , બ્રહ્મવૈવર્તકપુરાણ , ગરૂડ પુરાણ , વાલ્મીકિ રામાયણ , મનુસ્મૃતિ , મહાભારત , બ્રહ્મસૂત્ર , નારદભક્તિસૂત્ર , પારસ્કરગૃહ્ય સૂત્ર , નિતીશતક , વિદૂરનિતી , ગર્ગ સહિતા , વિવેક ચુડામિણી , નિર્ણયદિપીકા , યજુર્વેદ સંહીતા , બધા જ ઉપનિષદો , ગોત્ર પ્રવર તથા 311 વર્ષ પુરાણી હસ્તલિખિત પ્રતો વગેરે દુર્લભ વૈદિક પૌરાણિક સાહિત્ય સ્વરૂપે પૂજનમાં મૂકવામાં આવે છે . સરસ્વતી માના અનેક સ્વરૂપો બિરાજિત છે તેવું દિલીપભાઈ શાસ્ત્રીએ જણાવ્યું હતું પાટણના ભાગવત કથાકાર દ્વારા દીપાવલીએ પૌરાણિક વેદ પુરાણ શાસ્ત્રોની પૂજા કરવામાં આવી