શહેરના દાણાપીઠ વિસ્તારમાં પ્રાચીન મહાલક્ષ્મી માતાજી મંદિરે ધનતેરસ થી નવા વર્ષ દરમિયાન ભાવિકો દર્શન કરવા પહોંચે છે ત્યારે આજે દીપાવલી પર્વ નિમિત્તે વહેલી સવારથી જ દર્શન કરવા ભાવિકોની કતારો લાગી હતી આવતીકાલે ગ્રહણ દોષને લઈ મહાલક્ષ્મી મંદિર વહેલી સવારથી બપોર સુધી ખુલ્લુ રહેશે જ્યારે બપોરે 1: 30 થી રાત્રે 8:00 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે રાત્રે 8 વાગ્યા બાદ મંદિર દર્શનાર્થીઓ માટે ખુલશે આવતીકાલે બપોરે 2,28 વાગ્યે ગ્રહણ સ્પર્શ થશે જ્યારે સાંજે 6.28 વાગ્યે ગ્રહણ મોક્ષ થશે જેને લઇ મહાલક્ષ્મી માતાજી મંદિર ઉપરાંત શહેરના તમામ મંદિરો પણ દર્શનાર્થે બંધ રહેશે ખંડગ્રાસ સૂર્યગ્રહણને લઈ નૂતનવર્ષે થતા અન્નકૂટ દર્શન તારીખોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે મહાલક્ષ્મી માતાજી મંદિર ઉપરાંત વૈષ્ણવોની હવેલીઓ સહિત વિવિધ મંદિરોમાં પણ બે નવેમ્બરના નામના દિવસે અન્નકૂટ દર્શન નું આયોજન કરવામાં આવ્યું છે નુતન વર્ષના પ્રારંભે જ ગ્રહણને લઈ આ વર્ષે વિવિધ મંદિરોમાં નવા વર્ષના દિવસને બદલે એક સપ્તાહ બાદ અન્નકૂટ દર્શન કરવામાં આવશે ખંડ ગ્રાસ સૂર્યગ્રહણ ની અસર ને લઇ મંદિરમાં દર્શન બંધ રાખવામાં આવનાર છે