દિવાળીમાં સગા સંબંધીઓને અગાઉ પોસ્ટકાર્ડ મારફત અપાતા શુભેચ્છા સંદેશાઓનું સ્થાન હવે સોશિયલ મીડિયાએ લીધું છે ઝડપી શુભેચ્છા સંદેશાઓ આપવાની દોડમાં શુભેચ્છા કાર્ડ ઉપરાંત રૂબરૂ તથા ટેલિકોલિંગ દ્વારા પાઠવવામાં આવતી શુભેચ્છાઓમાં ઘટાડો થઈ ગયો છે અને શુભેચ્છા કાર્ડ તો જાણે વિસરાઈ ગયા છે ડિજિટલ યુગ વચ્ચે હવે ફાઈવ જીનું પણ આગમન થયું છે ત્યારે સોશિયલ મીડિયાના દિન પ્રતિદિન વધતા વ્યાપને કારણે જાતે લખેલા અને આકર્ષક ડિઝાઇનો અને સ્લોગન સાથેના કાર્ડ પરિવારજનો મિત્રોને મોકલી શુભેચ્છાઓ આપવાની વર્ષોથી ચાલતી પ્રથામાં ઘટાડો થઈ ગયો છે 10 રૂપિયા થી લઈ ₹500 સુધીના અવનવા ગ્રીટીંગ કાર્ડ નું સ્થાન હવે સરળ એવા સોશિયલ મીડિયાએ લઈ લીધું છે સોશિયલ મીડિયામાં અવનવી મોજે સુપ્રાંત સ્ટીકર્સ વગેરે અવનવા વિડીયો દ્વારા શુભેચ્છાઓ આપવા માટેનું ચલણ વધતું જાય છે facebook whatsapp instagram સહિતના વિવિધ માધ્યમો થકી અપાયેલા શુભેચ્છા સંદેશાઓ વિવિધ ગ્રુપોમાં જોડાયેલા કુટુંબીજનો મિત્રો સર્કલો અને શુભેચ્છકો ને આંખના પલકારામાં જ મળી જાય છે આમ દિવાળીએ અપાતા શુભેચ્છા કાર્ડની પ્રથામાં તદ્દન ઘટાડો થયો છે