ડીવીપી એજ્યુકેશન સંકુલ ધ્વારા દિપાવલીનાં તહેવારોમાં જરૂરિયાતમંદ લોકોના ઘરે આશાનો દીપક પ્રગટાવીએ એવાં આશયથી નાના બાળકોને નવાં કપડાંનું વિતરણ કરવામાં આવ્યું.
ડીવીપી એજ્યુકેશન સંકુલ – કાસીન્દ્રા તરફથી દિવાળી નિમિત્તે જરૂરિયાતમંદ નાના બાળકોને નવાં કપડાં વિતરણ કરવામાં આવ્યા હતાં. ધોળકા રોડ પર આવેલા રામપુરા ગામમાં જરૂરિયાતમંદ પરિવારનાં કુલ ૬૦ નાનાં બાળકોને એક નવી જોડ કપડાં આપવામાં આવ્યા હતાં. દિપાવલીનાં તહેવારોમાં જરૂરિયાતમંદ લોકોના ઘરે આશાનો દીપક પ્રગટાવીએ એવાં આશયથી આ ભગીરથ કાર્ય કરવામાં આવ્યું હતું.
શાળાનાં બાળકોમાં મદદગારીની ભાવનાનો સંચાર થાય તેવાં હેતુથી શાળાનાં બાળકો દ્વારા નવાં કપડાં એકત્રિત કરવામાં આવ્યા હતાં. શાળાનાં માતા-પિતા પણ શાળાનાં અભિયાનમાં જોડાયાં હતાં.દિવાળીના પવિત્ર તહેવારમાં જરૂરિયાતમંદ લોકોના ચહેરા પર સ્મિત લાવવાનો અનેરો પ્રયાસ ડીવીપી એજ્યુકેશન સંકુલ – કાસીન્દ્રા દ્વારા કરવામાં આવ્યો હતો, જેમાં જરૂરિયાતમંદ બાળકોએ નવા કપડાં મેળવીને આનંદની લાગણી વ્યક્ત કરી હતી.ડીવીપી એજ્યુકેશન સંકુલ દરેક વાર તહેવારમાં જરૂરિયાતમંદ લોકોને મમદરૂપ થવાનો પ્રયાસ કરે છે અને તે અંતર્ગત આ વર્ષે પણ તેમણે જરૂરિયાતમંદ સુધી પહોંચીને તેઓ પણ દિવાળીનો તહેવાર હર્ષોલ્લાસથી ઉજવી શકે તેવો પ્રયાસ કરાયો હતો.