પાટણ જીલ્લાના સાંતલપુર માં દીવાના અજવાળે ભણી ખેતમજૂરની દીકરી સંતોક સાંતલપુર પંથકમાં પ્રથમ ડૉક્ટર બની સમાજમાં સુખી અને સંપન્ન પરિવારના બાળકો સુવિધાઓ વચ્ચે યોગ્ય શિક્ષણ લઈ પરિણામ મેળવી શકતાં નથી . ત્યારે ગરીબ વર્ગના બાળકો વિપરીત પરિસ્થિતિમાં સુવિધા વગર ઉચ્ચ શિક્ષણ મેળવી સફળતાના શિખરે પહોંચે તેવા પ્રેરણાત્મક દાખલા અનેક છે.તેવો જ વધુ એક મહિલાઓને માટે પ્રેરણાત્મક કિસ્સો પાટણના સાંતલપુર તાલુકાના એક નાનકડા લીમ ગામડાનો છે . કુટુંબની કઠિન પરિસ્થિતિમાં ખેત મજુર અભણ મા બાપની દીકરી બાળપણમાં ઘરમાં વીજળી ન હોય દિવાના અજવાળે અભ્યાસ કરી ઉચ્ચ અભ્યાસ સુધી અનેક સંઘર્ષ કરી સમગ્ર સાંતલપુર તાલુકામાં પ્રથમ મહિલા ડૉકટર બની છે . ઉપરાંત વધુમાં તાજેતરમા મેડિકલની GPSC નીટ પીજીની પરીક્ષા પાસ કરી હવે એમ . ડી રેડિયોલોજી બનવા જઈ છે . સાંતલપુરના અલ્પ ભૌતિક સુવિધા વાળાં લીમગામડા ગામે ખેત મજુર આયર મેહુરભાઈ અને માતા સુનિતાબેન બંને એક પણ ચોપડી ભણેલા ના હોવા છતાં સંતાન સંતોકબેનને અભ્યાસ કરાવવાના અભરખા સાથે તનતોડ મહેનત કરી પોતાના જીવિકાની મૂડી પણ તેમની પાછળ ખર્ચી દઈ એમબીબીએસ ડૉક્ટર બનાવવા માટે સ્વપ્ન જોયા હતા દીકરી સંતોક એમબીબીએસનો અભ્યાસ પૂર્ણ કરી અંતે રાધનપુરના વડનગર પ્રાઇમરી હેલ્થ સેન્ટર ખાતે મેડિકલ ઓફિસર તરીકે ફરજ પર પણ લાગી ગયા છે . ફરજ ની સાથે એમ . ડી ડૉકટર બનવા તૈયારીઓ શરૂ રાખતા તાજેતરમાં લેવાયેલ NEET PG 2022 ની પરીક્ષા પાસ કરતા એમ.પી મેડિકલ ગવર્મેન્ટ કોલેજમાં રેડિયોલોજી એમ . ડી ના અભ્યાસ માટે સીટ પણ મળી જતાં હવે 3 વર્ષ ત્યાં જશે.અભ્યાસનો તમામ ખર્ચ પણ ગવર્મેન્ટ જ ઉઠાવશે