પાટણ શહેર ની નિષ્ઠા હોસ્પિટલના ભોયરામાં આગ લાગી ફાયરની ટીમે તાત્કાલિક આગ પર કાબૂ મેળવતા રાહત પાટણ શહેરના કિલાચંદ શોપિંગ સેન્ટરમાં આવેલી નિષ્ઠા સર્જીકલ હોસ્પિટલ ની નીચેના ભાગમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી જેને લઈ અફડા તફડી મચી હતી આ ઘટનાની જાણ પાલિકા ના ફાયર વિભાગને કરાતા ફાયરની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો આ આગ લાગવા ની ઘટના બાબતે મળતી હકીકત મુજબ ગતરોજ શહેરના કિલાચંદ શોપિંગ સેન્ટર ખાતે આવેલી અગ્રવાલ હોસ્પિટલમાં કાર્યરત બનાવવામા આવેલ ફાયર સિસ્ટમ ની ટેસ્ટીગ કરીને પરત પરત ફરી રહેલા ફાયર ઓફિસરનું ધ્યાન બાજુ માં આવેલી નિષ્ઠા હોસ્પિટલમાંથી નિકળતા ધુમાડાનાં ગોટા ઉપર પડતાં તેઓએ તાત્કાલિક પાટણ પાલિકાના ફાયર વિભાગને જાણ કરી હતી . જેથી પાલીકા ની ટીમ દોડી આવી આગ પર કાબૂ મેળવ્યો હતો . હોસ્પિટલના ભોંયરા માં એકત્ર કરવામાં આવેલો વેસ્ટ કચરો અને આજુબાજુના લોકો દ્વારા ઠલવાતાં કચરામાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે