પાટણ પોલીસ પરિવાર દ્વારા જરૂરીયાતમંદોને મીઠાઈ અને ફરસાણનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું પાટણ પોલીસ દ્વારા ઉત્તર ગુજરાતમાં સેવાભાવી કાર્યો કરવા માટે પોલીસ લાઈન બોય્સ સેવા ફાઉન્ડેશન નામનું ટ્રસ્ટ ચલાવવામાં આવે છે આ ટ્રસ્ટ દ્વારા દિવાળી અને નૂતન વર્ષ નિમિત્તે આર્થિક રીતે નિઃસહાય લોકો , વિધવા બહેનો અને દિવ્યાંગ બાળકો માટે મીઠાઈ અને ફરસાણનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું દિવાળીના તહેવારો સમયે અમીર લોકોની દિવાળી તો બહુ સરસ હોય છે પણ જે આર્થિક રીતે નિઃસહાય હોય , વિધવા હોય , અનાથ બાળકો હોય એમની દિવાળી તો બીજા લોકો પર જ આધાર રાખે છે . ત્યારે ફાઉન્ડેશનના ટ્રસ્ટી રણજીત લાલજીભાઈ સુતરીયાને આવા લોકો માટે મીઠાઈ અને ફરસાણ વિતરણ કરવાનો વિચાર આવ્યો અને એના માટે ગ્રુપના સભ્યો અને પોલીસ પરિવારના સાથ સહકારથી ભંડોળ એકઠું કરીને લોકોના ઘરે ઘરે , રોડ રસ્તા પર જ્યાં જ્યાં કોઈ ગરીબ લોકો દેખાય ત્યાં આખી ટીમ દ્વારા મીઠાઈ અને ફરસાણનું વિતરણ કરીને સેવાનું ઉત્તમ કાર્ય કરવામાં આવ્યું હતું . સેવાના આ કાર્યમાં ટ્રસ્ટી અશ્વિન મકવાણા , ધવલ પંચાલ , જગદીશ પરમાર , જીગ્નેશ પંડ્યાનો ખુબ જ સાથ સહકાર મળ્યો હતો અને એમના સહકારથી જ લોકોના ઘરે ઘરે જઈને મીઠાઈ અને ફરસાણ પહોંચાડવામાં આવ્યું હતું આ કાર્યમાં આર્થિક રીતે મદદ કરનાર દરેક દાતાઓનો પોલીસ લાઈન બોય્સ સેવા ફાઉન્ડેશનના દરેક ટ્રસ્ટીઓ તરફથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે