30.9 C
Kadi
Thursday, March 30, 2023

એસજી હાઈવેના નવ ટ્રાફિક જંકશન પર સીસીટીવી કેમેરા છે પણ ઓવરબ્રિજ પર નથી


એસજી હાઈવેના નવ ટ્રાફિક જંકશન પર સીસીટીવી કેમેરા છે પણ ઓવરબ્રિજ પર નથી.

  અમદાવાદ શહેર પોલીસ દ્વારા એસજી હાઈવે પરના સાત ટ્રાફિક જંકશન પર લગાવવામાં આવેલા સીસીટીવી જૂના જમાનાના સીસીટીવી કેમેરા છે. જે જૂની સિસ્ટમના છે. સરખેજ, ઇસ્કોન, પકવાન, ગુરુદ્વારા, ઝાયડસ, સોલા ભાગવત, જનતાનગર, ગોતા અને વૈષ્ણોદેવી ટ્રાફિક જંકશન પર સીસીટીવી કેમેરા છે.
   પ્રહલાદનગર અને વાયએમસીએ સર્કલમાં કેમેરા બંધ હોવાની વિગતો સામે મળી રહી છે. જૂના જંકશન પર લગાવેલા કેમેરાથી ઈ-મેમો મોકલવાની સિસ્ટમ લાગુ છે. જોકે નવા બનેલા ઓવરબ્રિજ પર કેમેરાના અભાવે વાહનો તેજ ગતિએ દોડી રહ્યા છે. જોકે નજીકના ભવિષ્યમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા 500 સીસીટીવી લગાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. તેવી પણ વિગતો મળી રહી છે.

સરખેજ સર્કલ, ઇસ્કોન સર્કલ, પકવાન, ગુરુદ્વારા, સોલા ભાગવત, કારગીલ, ગોતા, વૈષ્ણોદેવી પછી ગાંધીનગરના ચારેય સર્કલ પર ઓવરબ્રિજ બનાવવામાં આવ્યા છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યામાં ઘટાડો થયો છે. અમદાવાદ-ગાંધીનગર લગભગ જોડિયા શહેરો સાથે આ ઓવરબ્રિજ આસપાસના વિકાસશીલ વિસ્તારોના રહેવાસીઓ અને મુસાફરો માટે આશીર્વાદરૂપ બની રહ્યો છે. ત્યારે અકસ્માત થાય છે. આથી આ કેસમાં એલર્ટ માટે સી.સી.ટી.વી. કેમેરા આવશ્યક છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!