25.9 C
Kadi
Thursday, March 30, 2023

દિવાળી તહેવાર દરમ્યાન ભડકમોરા-સુલપડમાં જુગાર રમતા 9 જુગારીયાઓની ટાઉન પોલીસે ધરપકડ કરી


વાપી ટાઉન પોલીસ મથકમાંથી મળતી વિગતો મુજબ 24મી ઓક્ટોબરે ટાઉન પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ રોહિત રાજુ અને અન્ય પોલીસ કર્મચારીઓ પોલીસ વાહન સાથે પેટ્રોલિંગમાં હતા. ત્યારે બાતમી મળી હતી કે, વાપી ભડકમોરા સુલપડ વિસ્તારમાં કેટલાક ઈસમો હારજીતનો જુગાર રમી રહ્યા છે. આ બાતમી આધારે પોલીસે ભડકમોરા સુલપડ વિસ્તારમાં મહાદેવના મંદિર નજીક નિરુભાઈ ની ચાલ સામે રેઇડ કરી હતી. જ્યાં 9 જેટલા ઈસમો ગોળ કુંડાળું કરી જુગાર રમી રહ્યા હતાં. પોલીસે તાત્કાલિક જુગાર રમી રહેલા રાજનકુમાર પ્રમોદસિંહ, ઓમપ્રકાશ દશરથ પાઠક, રણજીત સિંગ માનંદપ્રતાપ સિંગ, કનૈયાકુમાર શુશીલ સિંગ, અમિતસિંહ રાજકુમાર સિંહ, અભિષેક અશોકકુમાર રાજપૂત, કુણાલ કુમાર સુશીલ સિંગ, ગૌતમ કુમાર સુશીલ સિંગ અને પંકજ જવાહર સિંગ નામના 9 જુગારીયાઓની ધરપકડ કરી હતી. પોલીસે જુગારીયાઓએ દાવમાં મુકેલ 670 રૂપિયા, અંગઝડતીમાં મળેલા 10,470 રૂપિયા, 10,500ના 3 મોબાઈલ મળી કુલ 21,640 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી તમામ વિરુદ્ધ જુગાર ધારા કલમ 12 (A) મુજબ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. દિવાળી ના તહેવારે જ જુગારિયાઓ ને ઝડપી પાડતા અન્ય જુગારીયાઓ માં ફફડાટ ફેલાયો છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!