30.9 C
Kadi
Thursday, March 30, 2023

રૂરલ પોલીસની સફળ રેઇડ, નંદાવલામાં 6,09,660 રૂપિયાના દેશી ભઠ્ઠી/ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે 4 બુટલેગરોની ધરપકડ


પોલીસે આ રેઇડમાં બુટલેગર ગીતાબેન અંબુભાઇ બુધાભાઇ નાયકા, સુનિલ અંબુભાઇ નાયકા, બિપીન સુરેશભાઇ નાયકા, નવિન શૈલેષભાઇ નાયકાની ધરપકડ કરી તેમની પાસેથી 50,800 રૂપિયાની કિંમતની ઇગ્લીશ દારૂની નાની મોટી 509 બાટલીઓ, 5.50 લાખના ઇકો કાર નં. GJ15-CK-7934 તથા એકસેસ મોપેડ GJ15-DC-3761 નંબરના 2 વાહનો તથા અંગઝડતીમાંથી મળેલ 5500ના 2 મોબાઇલ, છાપરના ભાગે કાચી માટીના બે ચુલા ઉપર દેશી દારૂ ગાળવાની બે ભઠ્ઠી, દેશી દારૂ ગાળવાના સાધનો, પતરાના કાપેલા બે ડ્રમ, 45 લિટર દારૂ, ગોળ પાણીનું 730 લિટર રસાયણ, મળી કુલ 6,09,660 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બુટલેગરના ઘરે રેઇડ કરી માતબર જથ્થો જપ્ત કરનાર વલસાડ રૂરલ પો.સ્ટે.ના ASI વિક્રમભાઇ મનુભાઇ તથા પો.કો કેવળ લીલાભાઇ સહિતના કર્મચારીઓએ દારૂના જથ્થા અંગે બુટલેગરોની વધુ પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું હતું કે, વલસાડ છીપવાડમાં આવેલ ક્રિષ્ના આલુ ભંડાર નામની દુકાનવાળાએ તેમજ સેગવા ગામે કિરાણાની દુકાન ધરાવતા ચાચા નામના મુસ્લીમ વ્યક્તિએ દારૂ બનાવવા નવસાર આપ્યો હતો. જ્યારે સુનિલ ઉર્ફે ચોંગી રામદયાળ વર્મા રહે.ધમડાચીનાએ ઈંગ્લીશ દારૂ આપ્યો હતો. જેઓને પ્રોહીબીશન એકટની વિવિધ કલમ હેઠળ વોન્ટેડ જાહેર કર્યા છે. આગળની તપાસ PSI એમ.બી.કોંકણી સંભાળી રહ્યા છે. જેઓએ વોન્ટેડ આરોપીઓને પકડવા વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, વલસાડ રૂરલ પોલીસની ટીમ દ્વારા દિવાળીના તહેવાર અન્વયે સતત પેટ્રોલીંગ રાખી 25 ગુન્હામાં પકડાયેલ પ્રોહીબિશન ના બુટલેગર મહિલાના ઘરેથી બાતમી આધારે દેશી/વિદેશી દારૂનો માતબર જથ્થો પકડી પાડી મહત્વની સફળતા મેળવી છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!