30.9 C
Kadi
Thursday, March 30, 2023

1લી નવેમ્બરે 182 વિધાનસભા મતવિસ્તારોમાં વડાપ્રધાનનું સંબોધન, વાપીના VIA ગ્રાઉન્ડ પર તડામાર તૈયારીઓ


વડાપ્રધાનનું આ વર્ચ્યુઅલ સંબોધનનું ગુજરાત વિધાનસભાની તમામ 182 બેઠકો પર જીવંત પ્રસારણ થશે. આ અંતર્ગત મંગળવારે VIA કોન્ફરન્સ હોલમાં નાણામંત્રી કનુ દેસાઈની અધ્યક્ષતામાં ભાજપ સંગઠનના હોદ્દેદારોની બેઠક મળી હતી. VIA ખાતે મોટી સંખ્યામાં સંગઠનના હોદ્દેદારો, પદાધિકારીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમ અંતર્ગત નાણામંત્રીએ માર્ગદર્શન આપી કાર્યક્રમને સફળ બનાવવા જરૂરી માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, 1 નવેમ્બરના સાંજે 5 વાગ્યે વડા પ્રધાન મોદી નવી દિલ્હીથી ભાજપના કાર્યકરોને વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધિત કરશે. આ માટે વાપીના VIA ગ્રાઉન્ડમાં મોટી સ્ક્રીન લગાવવામાં આવશે. જ્યાં કાર્યકરો અને હોદ્દેદારો એ હાજર રહીને વડાપ્રધાનનો લાઈવ કાર્યક્રમ નિહાળવાનો છે. વિધાનસભાની ચૂંટણી 2022ની તૈયારી માટે આ કાર્યક્રમમાં વધુમાં વધુ લોકો હાજર રહે તે માટે હોદ્દેદારોને જવાબદારી સોંપવામાં આવી છે. આ કાર્યક્રમમાં નાણામંત્રી કનુ દેસાઈ, નપા ઉપપ્રમુખ અભય શાહ, શહેર ભાજપ પ્રમુખ સતીષ પટેલ, વીઆઈએના પ્રમુખ કમલેશ પટેલ અને તમામ મુખ્ય સંગઠનના હોદ્દેદારો, મંડળ પ્રમુખો, ગામના સરપંચ સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તમામને નાણામંત્રીએ વધુમાં વધુ કાર્યકરો સાથે ઉપસ્થિત રહેવા સૂચના આપી હતી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!