કોવિડ મહામારી સામે લડતી વખતે ભારતે વિશ્વને તેની ક્ષમતાઓનો અનુભવ કરાવ્યો છે. કોરોના વાયરસ રોગ દરમિયાન ભારત વિશ્વમાં કોવિડ -19 રસીઓનો નિકાસકાર હતો. વ્હાઇટ હાઉસે વૈશ્વિક સ્તરે કોવિડ-19 સામે રસીના સપ્લાયમાં દેશની મહત્વની ભૂમિકાને પણ સ્વીકારી છે.
ભારત રસીઓનો મુખ્ય નિકાસકાર રહ્યો છે
પત્રકારોને સંબોધતા વ્હાઇટ હાઉસના કોરોનાવાયરસ રિસ્પોન્સ કોઓર્ડિનેટર ડૉ. આશિષ ઝાએ કહ્યું કે, ભારત તેની અદ્ભુત ઉત્પાદન ક્ષમતાને કારણે રસીઓનો મોટો નિકાસકાર દેશ રહ્યો છે. એક પ્રશ્નના જવાબમાં ડો. આશિષ ઝાએ જણાવ્યું હતું કે, ઓસ્ટ્રેલિયા, ભારત, જાપાન અને યુએસ વચ્ચે ક્વાડ પાર્ટનરશિપમાં વ્યૂહાત્મક સુરક્ષા સંવાદમાં બાઈડન વહીવટીતંત્ર માટે કોરોનાવાયરસ મુખ્ય વિષય હતો. ડો. આશિષે કહ્યું કે, મને લાગે છે કે ભારત વિશ્વ માટે રસીઓનું એક મહત્વપૂર્ણ ઉત્પાદક છે. પોતાના માટે નહિ. વિશ્વને રસી સપ્લાય કરવાના બાઈડન વહીવટીતંત્રના નિર્ણયનો બચાવ કરતાં આશિષ ઝાએ કહ્યું કે, યુએસ તમામ ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોને રસી આપવાનું ચાલુ રાખશે.
લગભગ 100 દેશો COVAX દ્વારા મફત રસી મેળવવા માટે પાત્ર છે. અમેરિકામાં આવનારા કોરોનાના તમામ પ્રકારો બહારના દેશમાંથી આવ્યા છે.ખોટી વિચારસરણી છે કે આપણે બીજા દેશો માટે આપણા દરવાજા બંધ કરી દેવા જોઈએ, મહત્વની વાત એ છે કે તમામ દેશોમાં રસીકરણ કરાવવું. અમેરિકા વિશ્વ સાથે ઊંડું જોડાયેલું છે. ઝાએ કહ્યું કે બિડેને અગાઉના યુએસ પ્રમુખોથી વિપરીત વૈશ્વિક સ્વાસ્થ્યના ક્ષેત્રમાં કામ કર્યું છે. અમેરિકા અને વિશ્વની સુરક્ષા માટે 4.02 બિલિયન યુરોની મદદ માત્ર એક નાનું રોકાણ છે.