જુનાગઢના ઝાંઝરડા રોડ તરફ આવેલ ઝાંસીની રાણી સર્કલ નજીકની જગ્યા વર્ષ 2003 માં જુનાગઢ મનપાને આપવામાં આવેલ હતી એક સાથે 99 સરકારી સર્વે નંબરો મનપામાં તબદીર કર્યા હતા બાદમાં આ જગ્યા ઉપર જ્યોતિગ્રામ સર્કલ બનાવવામાં આવ્યું હતું અને તેનો તમામ ખર્ચ પણ ઉર્જા વિભાગે ઉઠાવ્યો હતો જ્યોતિગ્રામ સર્કલ નું લોકાર્પણ મેં 2017માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન દ્વારા કરવામાં આવ્યું હતું તત્કાલીન મુખ્યમંત્રીએ લોકાર્પણ કરેલ જ્યોતિગ્રામ સર્કલને ચાર પાંચ માસ પહેલા રીનોવેશન ના નામે તોડી નાખવામાં આવ્યું હતું. આ જગ્યા ઉપર ફરી અધ્યતન સર્કલ બનાવવામાં આવશે તેવા દાવાઓ કરવામાં આવ્યા હતા પરંતુ નવા સર્કલ બનાવવાની વાતને ટલે ચડાવી દેવામાં આવી છે કેમકે કંપની પ્રચલિત પંપ પાસે ગોઠવણના ભાગરૂપે આ કામગીરી ટલે ચડી રહી હોવાની વાત છે વેગ પકડ્યો છે આ જગ્યા ખૂબ જ મહત્વની છે એકી સાથે ચાર રસ્તા લાગુ પડે છે ખૂબ જ મોકાની જગ્યા હોવાથી કંપનીની પણ દાઢ ડણકી રહી હોવાની વાતો થઈ રહી છે હજુ કોઈ જગ્યા આપવાનો નિર્ણય થયો નથી