નડિયાદમાં SRP ગ્રુપ-7ના મહિલા સેનાપતિના પતિએ અગમ્ય કારણોસર દિવાળીની સાંજે શરીરે પેટ્રોલ છાંટી જીવન ટૂંકાવ્યું નડિયાદ ટાઉન પોલીસે ફરિયાદના આધારે અપમૃત્યુનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ખેડા જિલ્લાના વડા મથક નડિયાદમાં SRP ગ્રુપ 7ના મહિલા સેનાપતિના પતિએ કોઈ કારણસર પેટ્રોલ શરીરે છાંટી મોતને વ્હાલ કર્યુ છે. દિવાળીની મોડી સાંજે કોઈ કારણસર આપઘાત કરતાં સમગ્ર પોલીસ બેડામાં અનેક ચર્ચાઓ વહેતી થઇ છે. સમગ્ર મામલે નડિયાદ ટાઉન પોલીસે અપમૃત્યુનો ગુનો નોંધ્યો છે. પોલીસ વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ નડિયાદ શહેરના કપડવંજ રોડ પર આવેલ SRP ગ્રુપ-7મા મહિલા સેનાપતિ તરીકે ફરજ બજાવતા કોમલબેન વ્યાસના 45 વર્ષિય પતિ શૈલેષભાઈ વ્યાસે કોઈ કારણસર મોતને વ્હાલ કર્યુ છે. ગતરોજ દિવાળીની મોડી સાંજે SRP ગ્રુપ 7મા કોઈ અગમ્ય કારણોસર શૈલેષભાઈ વ્યાસે પોતાની જાતે શરીરે પેટ્રોલ છાંટી આપઘાત કર્યો છે. આ બાદ તેઓ પડી જતાં શરીરે ગંભીર રીતે ઘાયલ થયેલા શૈલેષભાઈ વ્યાસને તુરંત સારવાર અર્થે નડિયાદની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું. નડિયાદ ટાઉન પોલીસે ડોક્ટરની ફરિયાદના આધારે અપમૃત્યુનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી દીધી છે. આ આપઘાત કયા કારણોસર કર્યો તે હજુ અકબંધ રહ્યું છે અને હાલ પીએમની કાર્યવાહી અમદાવાદ ખાતે હાથ ધરાઈ છે તેમ તપાસ કરનાર અધિકારીએ જણાવ્યું છે.