ગુજરાતના અન્ય મંદિરોની સાથે આજે યાત્રાધામ ડાકોરમાં રણછોડરાયજી મંદિરના દ્વારા પણ બંધ રહ્યા વિક્રમ સંવત 2078ના વર્ષના અંતિમ દિવસમા આજે સુર્યગ્રહણ હોવાથી મંદિરોના દ્વાર ભક્તો માટે બંધ કરવામાં આવ્યા છે. ખાસ કરીને શુભ કાર્યો સહિત પૂજા, પાઠ પર બ્રેક વાગી છે. ત્યારે સુપ્રસિદ્ધ યાત્રા ડાકોરમાં પણ આજ સવારથી જ ભકતો માટે ભગવાનના દ્વાર બંધ કરવામાં આવ્યા છે. મંદિર ગ્રહણ પૂર્ણ થયા બાદ સાજે 7 વાગ્યે ખુલશે દીપાવલીના દિવસે લાખોની સંખ્યામાં ડાકોર રણછોડજી મંદિરમાં દર્શન કરવા આવતા હોય છે. ત્યારે આજે ગ્રહણ હોવાને કારણે ક્યાંક ને ક્યાંક તેમને દર્શન ન થતા ભાવુક બની દુઃખી થયા છે. તો ઘણા સાજના 7 કલાકે દર્શન ખુલવાના છે તે જાણી મન મનાવી બંધ દરવાજે શિશ નમાવી પાછા ફર્યા છે. લાંબા વર્ષ બાદ આ રીતે નવા દિવસોમા ગ્રહણ આવતાં ભક્તો પણ નાખુશ થયા છે. આમ ભગવાન રણછોડજી પર નભતું ડાકોર આજે ભેંકાર જોવા મળી રહ્યુ છે. જ્યારે મંદિર કમિટી તરફથી જણાવવામાં આવ્યું હતું કે મંદિરનો સમય સાંજના 07:00 વાગ્યાથી પૂજા આરતી તેમજ નિત્ય મંગળા આરતી થશે અને રાત્રિના 1:00 વાગ્યા સુધી રણછોડજી મંદિર ખુલ્લું રહેશે આમ ઘણા વર્ષો બાદ દીપાવલીના પર્વ નિમિત્તે આ મંદિરો બંધ રહેવા પામ્યું છે.