30.9 C
Kadi
Thursday, March 30, 2023

ખેડા જિલ્લાના કઠલાલ ખાતે ગુજરાત ખ્રિસ્તી શિક્ષક સંમેલન યોજાયું, વિવિધ કમિટીઓની રચના કરવામાં આવી


ખેડા જિલ્લાના કઠલાલ ખાતે ગુજરાત ખ્રિસ્તી શિક્ષક સંમેલન યોજાયું, વિવિધ કમિટીઓની રચના કરવામાં આવી ખેડા જિલ્લામાં આવેલ કઠલાલ ખાતે ગુજરાત ખ્રિસ્તી શિક્ષક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, આ સંમેલન ખ્રિસ્તી સમાજના તમામ મેથોડિસ્ટ શિક્ષકો માટે રાખવામાં આવ્યું હતું, જે હાલમાં ચાલું સેવામાં છે અને જે નિવૃત્ત શિક્ષકો છે એ બધાંને એક મંચ પર લાવવાનો આ સૌપ્રથમ પ્રયાસ હતો, જે ખુબ જ સારી રીતે સફળ થયો હતો. જાણીતા લેખક, પત્રકાર અને સમાજ સેવક એવા વસંત કામદાર હાજર રહ્યા મોટી સંખ્યામાં ગુજરાતના અલગ અલગ શહેરમાંથી, જેમ કે, કઠલાલના સ્થાનિક, સુરત, ભરૂચ, આણંદ, નડીયાદ, વડોદરા, ઠાસરા, ડાકોર, ઉમરેઠ, ગોધરા, તાપી વગેરે જિલ્લામાંથી નિવૃત્ત શિક્ષકો અને હાલમાં સેવામાં ચાલું છે એવા શિક્ષકો હાજર રહ્યાં હતાં, જેમાં તેમની સેવાઓની કદર કરી ગીફ્ટ, ફુલ, ફુલહાર, શબ્દો અને તાળીઓના ગડગડાટથી સ્વાગત કરવામાં આવ્યું હતું, સંમેલનમાં મુખ્ય વક્તા તરીકે ખ્રિસ્તી સમાજનાં જ સભ્ય અને જાણીતા લેખક, પત્રકાર અને સમાજ સેવક એવા વસંત કામદારને બોલવામાં આવ્યા હતાં. જેમણે પોતાનાં વક્તવ્યમાં સમાજને એક થવા, જાગૃત થવા, સંગઠિત બનવા અને સમાજને મદદરૂપ બનવા પર પોતાના વક્તવ્યમાં શિક્ષકોને હાકલ કરી હતી, એ સાથે કઠલાલ મેથોડિસ્ટ ચર્ચના પાળક રેવ સાયમન બ્રેનાડ સાહેબે પોતાનાં વક્તવ્યમાં સામજને માટે પડકારરૂપ વચનો આપ્યા હતાં, શિક્ષકોનું વિશેષ મહત્વ છે એ બાબતે પ્રકાશ પાડ્યો હતો, જે સમાજ શિક્ષકોનું મહત્વ સમજે એ સમાજનું ભવિષ્ય ઉજ્જવળ હોય છે. ખ્રિસ્તી સમાજ ને આ પ્રશ્ન પુછી સમાજનું ભવિષ્ય ઉજ્જવળ કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતાં. અલગ અલગ કમિટીની રચના કરાઈ છેલ્લે સંમેલનમાં એજ્યુકેશન કમિટી, શિક્ષક સહાયક કમિટી, મેટ્રોમોનીયલ કમિટીનુ ગઠન કરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ જિલ્લાના શિક્ષકો અલગ અલગ કમિટીમાં જોડાયા હતાં, હવે આગળ કમિટી પ્રમાણે કામ કરવાનું નક્કી કર્યું હતું. સમગ્ર સંમેલનનું સફળ સંચાલન હેલ્સન ક્રિશ્ચયન દ્રારા કરવામાં આવ્યું હતું, આવેલ મહેમાનો અને શિક્ષકોની ઓળખાણ આપી સન્માન કર્યું હતું સાથે સ્ટેજ પર ઉપસ્થિત મહાનુભાવોની ઓળખાણ આપી ફુલહારથી સ્વાગત કર્યું હતું, સમગ્ર કાર્યક્રમનો ખર્ચ જસુભાઈ ક્રિશ્ચયન દ્રારા આપવામાં આવ્યો હતો, સાથે સંમેલનનું આયોજન હેલ્સન ક્રિશ્ચયન, જશુભાઈ ક્રિશ્ચયન, દિવ્યપ્રકાશ ગોહીલ, કેતન ક્રિશ્ચયન દ્રારા કરવામાં આવ્યું હતું, જેમાં કઠલાલના યુવાનોએ સમગ્ર કાર્યકમ સહકાર આપી સફળ બનાવ્યો હતો.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!