દીપાવલીના પર્વમાં લક્ષ્મી પૂજા નું અનેરૂ મહત્વ છે ત્યારે જૂનાગઢના ડે મેયરના પરિવારના પુરુષો દ્વારા ઘરની લક્ષ્મીરૂપ દીકરીથી લઈ ને પુત્રવધુ નું પૂજન કરી ને વર્ષો જૂની પરંપરા યથાવત રાખવામાં આવી રહી છે મહિલાઓને લક્ષ્મીનું સ્વરૂપ જોવામાં આવે છે ત્યારે નારી શક્તિનું અનેરૂ મહત્વ છે નારી શક્તિ મહાશક્તિ દ્વારા મહિલાઓને પણ હવે આગવું સ્થાન પ્રાપ્ત થઈ રહ્યું છે ત્યારે દીપાવલી પર્વમાં દર વર્ષની પરંપરા મુજબ ડે મેયર ગીરીશભાઈ કોટેચા પરિવાર દ્વારા લક્ષ્મી પૂજનના બદલે ઘરની દીકરી અને પુત્રવધુ અને મહિલાઓને જ સાચી ગૃહલક્ષ્મી માની તેની આરતી ઉતારી પૂજન અર્ચન કરવામાં આવે છે અને વર્ષભર થયેલી ભૂલ બદલ ક્ષમા પણ માગે છે કોટેચા પરિવારના જણાવ્યા મુજબ ઘરમાં રહેતી પત્ની પુત્રવધુ અને દીકરીઓને જ માન સન્માન એ જ સાચી લક્ષ્મી કહેવાય છે જેને લઇ વર્ષોથી ચાલતી પરંપરા અંતર્ગત કોટેચા પરિવારના તમામ પુરુષો ઘરની ગૃહ લક્ષ્મીરૂપી ઓનું પૂજન કરી પરિવાર એકતા નો અને મહિલાઓના સન્માનનો સંદેશ આપી અન્ય સમાજને નવો રાહ ચિંધ્યો હતો