ટ્રકે બાઇકને ટક્કર મારતાં માતાનું મોત, પુત્રને ઇજા માતરના સોખડાની સીમની ઘટનાટ્રકે બાઇકને ટક્કર મારતાં માતાનું મોત, પુત્રને ઇજા માતરના સોખડાની સીમની ઘટનાટ્રકે બાઇકને ટક્કર મારતાં માતાનું મોત, પુત્રને ઇજા માતરના સોખડાની સીમની ઘટના અમદાવાદથી નડિયાદ માતાની દવા લેવા નીકળેલા માતા-પુત્રને માતરના સોખડા ગામની સીમમાં ટ્રકે અડફેટે મારતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં વૃદ્ધાનું મોત નિપજયુ હતુ. જ્યારે પુત્રને સારવાર હેઠળ ખસેડાયો છે.અમદાવાદના વાસણા ગામની વણઝારાવાસમાં રહેતા માંગીજી રાઠોડના માતા જશીબેન ઉં.73 અને તેમના ભાઈ રતિલાલ બાઇક લઇ નડિયાદ માતાની દવા લેવા માટે આવી રહ્યા હતા.તે સમયે માતરના સોખડા ગામની સીમમાં પસાર થતા નેશનલ હાઇવે નં-48 પર પસાર થતા એક ટ્રકના ચાલકે બાઈકને અડફેટે મારતા બાઈક પર સવાર માતા-પુત્રને શરીરે ઈજા પહોંચી હતી. આ બાદ ઘવાયેલા બંને માતા-પુત્રને ખેડા સિવિલ હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે જશીબેનને મૃત જાહેર કર્યા હતા. જ્યારે ઘવાયેલા પુત્ર રતીલાલને ખેડા સિવિલમાં સારવાર આપી અમદાવાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. માંગીજીની ફરિયાદ આધારે માતર પોલીસે ટ્રકના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.