30.9 C
Kadi
Thursday, March 30, 2023

દિવાળીની ઉજવણી કરવા 3 દિવસમાં 25 હજારથી વધુ લોકો વતન પહોંેચ્યાં તંત્રે 750 વધારાની બસો દોડાવી રૂ.35 લાખની આવક મેળવી


દિવાળીની ઉજવણી કરવા 3 દિવસમાં 25 હજારથી વધુ લોકો વતન પહોંેચ્યાં તંત્રે 750 વધારાની બસો દોડાવી રૂ.35 લાખની આવક મેળવી દિવાળીના 3 દિવસના તહેવારમાં મોટી સંખ્યામાં લોકો વતન જતા હોય છે. જેમના માટે નડિયાદ ડિવિઝન દ્વારા ચરોતરના 10 ડેપોમાં એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી. આ 3 દિવસમાં 750 એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી. જેમાં 25 હજારથી વધુ મુસાફરોએ મુસાફરી કરતા એસ.ટી. ડિવિઝનને30 થી 35 લાખ જેટલી આવક મળી હતી. કોરોના કાળના બે વર્ષ બાદ આણંદ એસ.ટી ડેપોને આ વખતે દિવાળી ફળીભૂત થઈ છે. ત્યારે આણંદ ડેપોએ એકસ્ટ્રા બસો ઉપરાંત રેગ્યુલર રૂટો પર 100 ટકા બસો દોડાવવાનું સંચાલન કરવામાં આવતા અંદાજીત 15 હજાર ઉપરાંત મુસાફરોએ એસ.ટી બસોમાં મુસાફરી કરવામા આવી હતી.જો કે આણંદ ડેપોએ ગત વર્ષ કરતા ચાલુ વર્ષે એક્સ્ટ્રા 70થી વધુ એસ.ટી બસો દાહોદ,ઝાલોદ, સુરત, રાજસ્થાન, ધુલિયા,મોરબી, સોમનાથ સહિત અન્ય રૂટો પર દોડાવવામા આવી હોવાનું એસ.ટી ડેપો કંટ્રોલના સૂત્રોએ જણાવ્યું હતું. દિવાળી તહેવાર નિમિત્તે મોટાભાગના લોકો વતનમાં જતા હોય છે. પંચમહાલ, દાહોદ, ગોધરા તરફના શ્રમજીવી વર્ગ ખાસ વતનમાં તહેવાર ઉજવવા જતા હોય છે. આ ટ્રાફીકને પહોંચી વળવા આણંદ ડેપો દ્વારા ચાલુ વર્ષે એકસ્ટ્રા બસો દોડાવવામા આવી હતી.જેમાં ટ્રાફિક વધુ રહેતા દાહોદ, પંચમહાલ, ગોધરા, અમદાવાદ, સુરત સિરોહી, અંબાજી સહિત રાજસ્થાન, સોમનાથ અને અન્ય રૂટો પર 70થી વધુ એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી. બે વર્ષ કોરોના કાળ દરમ્યાન ચાલુ વર્ષ વધુમાં વધુ એક્સ્ટ્રા વધુ દોડાવવામા આવતા મુસાફરોને સુવિધામાં રાહતની થઈ હતી. તેમજ દિવાળી ફળીભૂત થઈ હોય તેમ તંત્રની આવકમાં પણ વધારો થયો છે. મહત્વની વાત છે કે કોરોનાના 2 વર્ષ બાદ આ વર્ષે દિવાળીનો તહેવાર ઉત્સાહથી ઉજવાઈ રહ્યો છે. ત્યારે નોકરી-ધંધામાં બોનસ સહિત સારી આવક મેળવ્યા બાદ મોટી સંખ્યામાં નોકરીયાતો, ધંધાદારીઅો, પરિવારજનો સાથે તહેવાર ઉજવવા વતનની વાટ પકડી હતી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!