કપડવંજમાં 1000 જરૂરિયાતમંદ લોકોને મીઠાઈ-ફરસાણ અને હજારો લોકોને કપડાંનું વિતરણ કર્યું દિવાળીનો તહેવાર એ હિન્દુ ધર્મનો સૌથી મોટો તહેવાર છે. દેશ વિદેશમાં રહેતા લોકો પણ આ તહેવારમાં પોતાના મિત્રોને કે સ્વજનોને મળવા આતુર હોય છે અને એકબીજાને મળીને શુભેચ્છાઓ પાઠવે છે કે, મોઢું મીઠું કરાવે છે. ત્યારે તહેવારોમાં પણ છેલ્લા એક અઠવાડિયાથી પણ વધારે દિવસોથી પોતાનો કિંમતી સમય આપી હિન્દુ ધર્મ સેના દ્વારા અનોખો સેવાયજ્ઞ યોજવામાં આવ્યો હતો. જેમાં કપડવંજ તાલુકામાં હિન્દુ ધર્મ સેના દ્વારા આ દિવાળીના પર્વમાં ખૂબ જ ઉમદા કાર્ય કરવામાં આવ્યું હતું. જેમાં દિવાળી નિમિત્તે કપડવંજ શહેરમાં જરૂરિયાતમંદ લોકોને તેમના ઘરે ઘરે જઈને 1000 મીઠાઈના પેકેટ અને 1000 ફરસાણના પેકેટ વિતરણ કરવામાં આવ્યા. હજારો લોકોને કપડાંનું વિતરણ કરાયું ઉપરાંત દિવાળી પર્વ નિમિત્તે હિન્દુ ધર્મ સેના કપડવંજ દ્વારા જરૂરિયાતમંદ લોકોને કપડાં વિતરણ માટે ઉમદા પહેલ કરવામાં આવી હતી. જેમાં, દાતાઓ દ્વારા ખૂબ ઉત્તમ સહયોગ કરવામાં આવ્યો હતો. આશરે 5 હજાર જેવા નવા અને પહેરવા જેવા કપડા યોગ્ય જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે એવા આશયથી હિન્દુ ધર્મ સેનાના રિપલભાઈ શાહ અને તેમની ટીમ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યા હતા. દિવાળી પહેલા કપડવંજ શહેરમાં હજારો લોકોને આ કપડાનો લાભ મળ્યો હતો. 1000 મીઠાઈના પેકેટ અને 1000 ફરસાણના પેકેટનું વિતરણ ત્યારબાદ દોસ્ત ફાઉન્ડેશનના સહયોગથી કાવઠ ગામમાં આ કપડાં વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં, મોટી સંખ્યામાં જરૂરિયાતમંદ લોકોને મદદ મળી હતી. તમામ કપડાને ખુલ્લા મુકવામાં આવ્યા હતા. જેમાં, જરૂરિયાતમંદ દરેક લોકોએ બે ત્રણ પેન્ટ તેમજ અનુકૂળ શર્ટ મેળવી ખુશી અનુભવી હતી. આ તબક્કે લાભ લેનારા તમામ લોકોએ હિન્દુ ધર્મ સેના, કપડવંજનો આભાર વ્યક્ત કર્યો હતો.