અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની
આજરોજ મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં રોડ એન્ડ બિલ્ડીંગ, હેલ્થ અને સોલીડ વેસ્ટ, રીક્રીએશનલ કલ્ચરલ અને હેરિટેજ કમિટીના કામોને મંજૂરી આપવામા આવી છે.
મેયર કિરીટભાઈ પરમાર, ડે. મેયર ગીતાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશભાઈ બારોટ, ભાજપ નેતા ભાસ્કરભાઈ ભટ્ટ તથા દંડકશ અરૂણસિંહ રાજપૂત ઉપસ્થિતિ રહ્યા હતા.
ઉપરાંત આજની કમિટીની મિટીંગમાં તાકિદનાં કામ તરીકે રજુ થયેલા વોટર સપ્લાય એન્ડ સુઅરેજ કમિટીનાં દ્વારા રજૂ કરવામાં આવેલ કામોમાં, ખારીક્ટ કેનાલના ડેવલોપમેન્ટ યોજના અંતર્ગત પાંચ પેકેજના એકને મંજૂરી ફરી અપાઈ છે.
જે પૈકી પેકેજ-૧ નરોડા સ્મશાન ગ્રુહથી નવયુગ શાળા કેનાલ ક્રોસીંગ સુધી તથા પેકેજ-૪ ઓઢવ ફાયર સ્ટેશનથી થોમસ અંગ્રેજી શાળા સુધી એમ કુલ-૨ પેકેજોમાં પ્રીકાસ્ટ આર.સી.સી. બોક્ષની કેનાલ અને કાસ્ટ ઈન સીટુ સ્ટ્રોમ વોટર બોક્ષનું કામ કરવા તથા પેકેજની ૫૦% જેટલી લંબાઈમાં લીનીયર ગાર્ડન કરવાનું તથા આશરે ૫૦% લંબાઇમાં પાર્કીંગ કરવાનું આયોજન કરવા સહિતના કામો માટે કુલ રૂા. ૫૨૪૦૦ લાખથી વધુના કામોને મંજુરી આપવામાં આવી છે. અગાઉ દિવાળી પહેલા 1200 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.