બ્લિંકને જણાવ્યું હતું કે, આપણે ધાર્મિક વિવિધતા માટે સમર્થન દર્શાવવાની એક રીત એ છે કે વિશ્વભરના સાંસ્કૃતિક વારસાના મહત્વપૂર્ણ ભાગોને જાળવવામાં મદદ કરવી. યુ.એસ. એમ્બેસેડર ફંડ ફોર કલ્ચરલ પ્રિઝર્વેશન જેવા પ્રયાસો દ્વારા, અમે ક્ષતિગ્રસ્ત ઐતિહાસિક ઇમારતોને પુનઃસ્થાપિત કરવામાં અથવા ચિત્રો અને શિલ્પો જેવી ખોવાયેલી અથવા ચોરાયેલી સાંસ્કૃતિક વસ્તુઓને પુનઃપ્રાપ્ત કરવામાં મદદ કરી રહ્યા છીએ.
બ્લિંકને અમેરિકામાં ધાર્મિક સ્વતંત્રતાના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે, બજરંગ બલીની ચોરાયેલી 500 વર્ષ જૂની મૂર્તિ આ વર્ષે ભારત સરકારને પરત કરવામાં આવી હતી. ફેબ્રુઆરીમાં, ઑસ્ટ્રેલિયામાં મિશનમાં અમારા સાથીઓએ, યુએસ ડિપાર્ટમેન્ટ ઑફ હોમલેન્ડ સિક્યુરિટી અને ભારતીય કાયદા અમલીકરણ એજન્ટોની મદદથી સંયુક્ત રીતે, હિન્દુ દેવતા હનુમાનની 500 વર્ષ જૂની મૂર્તિ મેળવી, જે ભારત સરકારને પરત કરવામાં આવી હતી, તેણે કીધુ.
કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ પણ આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે ટ્વીટ કર્યું કે, તમિલનાડુના મંદિરમાંથી ચોરાયેલી ભગવાન હનુમાનની 500 વર્ષ જૂની કાંસાની મૂર્તિ યુએસ હોમલેન્ડ સિક્યુરિટી દ્વારા સોંપવામાં આવી છે.