રાજીવ ચંદ્રશેખરે વધુમાં કહ્યું કે, નવું ડેટા પ્રોટેક્શન બિલ “ખૂબ જ સરળ અને આધુનિક” હશે. ગોપનીયતાનો અધિકાર અને ડેટા સંરક્ષણ એ ભારતમાં મૂળભૂત અધિકારો છે અને ડેટા પ્રોટેક્શન બિલ આ અધિકારોને ઓળખવા અને સ્થાપિત કરવામાં ખૂબ પ્રગતિશીલ રહેશે. નવા પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલને આવતા વર્ષે ફેબ્રુઆરીમાં સંસદના બજેટ સત્ર દરમિયાન સંસદમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે.
તેમણે કહ્યું કે, ભારત સેમિકન્ડક્ટર અને માઈક્રો-ઈલેક્ટ્રોનિક્સ ઈન્ડસ્ટ્રીઝ સાથે સંબંધિત પ્રતિભા અને ઈનોવેશન માટે માત્ર સ્થાનિક હબ તરીકે ઉભર્યું નથી, પરંતુ ઈનોવેશન અર્થતંત્રનું વૈશ્વિક હબ બનવા માટે પણ તૈયાર છે. તેમના મતે 2014થી ભારતે સેમિકન્ડક્ટરના ક્ષેત્રમાં ઘણી પ્રગતિ કરી છે.