બનાસકાંઠા જિલ્લાના પેપળુ ગામે નકળંગ ધામમાં ભાઈ બીજનો લોકમેળો ભરાયો દર્શન કરવા માનવમહેરામણ ઉમટ્યું….
ધર્મની બહેન માનેલા ચોથબાના રક્ષણ માટે મૂઠેઠા તેમજ નેસડા બન્ને ગામોના ક્ષત્રિય રાઠોડ દરબારો ( રાજપૂત ) પરિવારના ભાઈઓ ઘોડા સાથે બખ્તરબદ્ધ થઇને ચૂંદડી લઈને પેપળુ ગામે ગયા હતા
બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકા ના પેપળુ ગામે બેસતું વર્ષ અને ભાઈબીજ ના દિવસે મેળો યોજાયોહજારો ની સંખ્યા માં બેસતાં વર્ષ ના દીવસે જનમેદી ઉમટી હતી.આજે રાત્રે મૂડેઠા અને જુના નેસડા ના દરબારો બકતર પેહરી લઠ્ઠો પરંપરાગત નકળંગ ભગવાના મંદિરે બહેન ને ચુંદડી લઇને કોલ નિભાવશે બીજ ના દિવસે નેસડા અને મુડેઠા ખાતે અશ્વ દોડ યોજાશે મુડેઠા થી સૂરસિંગ ધુડસિંગ બકતર ધારણ કરશે,જુના નેસડા થી ગામનાં રાજુભા મુળભા રાઠોડ બકતર ધારણ કરવામાં આવ્યા હતા……
આજથી સાડી સાતસો વર્ષ પહેલા ધાર્મિક આક્રાંતના માહોલમમાં ધર્મની બહેન માનેલા ચોથબાના રક્ષણ માટે મૂઠેઠા તેમજ નેસડા બન્ને ગામોના ક્ષત્રિય રાઠોડ દરબારો ( રાજપૂત ) પરિવારના ભાઈઓ ઘોડા સાથે બખ્તરબદ્ધ થઇને ચૂંદડી લઈને પેપળુ ગામે ગયા હતા . ત્યારથી આ પરંપરા ચાલી આવે છે અને દર ભાઈબીજના દિવેસ આખા ગામના લોકો ભેગા મળીને આ પરંપરા નિભાવે છે . પોતાની પરંપરા સાચવવા માટે મશહૂર દરબાર પરિવારના સભ્યો આજે પણ મુડેઠા ગામેથી બેસતા વર્ષના દિવસે ચુંદડી લઇ ચોથબાને ઓઢાડવા જાય છે
હિન્દુ ધર્મમાં ભક્તિ-શક્તિ અને આસ્થાનું અનેરું મહત્વ રહેલું છે ખાસ કરીને હિન્દુ ધર્મના લોકો દેવી-દેવતાઓમાં અનેક આસ્થાઓ રાખતાં હોય છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ પેપળુ ગામે ઝાયણીનો ભવ્ય લોકમેળો ભરાયો હતો જેમાં ડીસા તાલુકાના ભીલડી નજીક આવેલા પેપળુ ગામે નકળંગ મહારાજના મંદિરે આજરોજ બનાસકાંઠા સહિત દુર દુર થી હજારોની સંખ્યામાં લોકો નકળંગ ધામમાં દર્શન કરવા ઉમટી પડ્યા હતા અને ખાસ કરીને વાત કરવામાં આવે તો મેળામાં કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે ભીલડી પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો