25.9 C
Kadi
Thursday, March 30, 2023

Appleએ 6,000 રૂપિયા સુધી મોંઘા કર્યા આ ઉત્પાદનો, આઈફોનથી લઈને આઈપેડ છે આ લિસ્ટમાં


દિવાળીના ખાસ અવસર પર ગ્રાહકોને આંચકો આપતા Appleએ એક સાથે અનેક પ્રોડક્ટ મોંઘા કરી દીધી છે. એપલે થોડા દિવસો પહેલા નવા આઈપેડ અને આઈપેડ પ્રો રજૂ કર્યા છે પરંતુ સાથે જ જૂના આઈપેડને પણ મોંઘા કરી દીધા છે. આઈપેડ સિવાય એપલે આઈફોનની કિંમતમાં પણ 6,000 રૂપિયાનો વધારો કર્યો છે. આ સિવાય એપલ વોચ સ્ટેપની કિંમતમાં પણ વધારો થયો છે.

Apple iPad mini : 3,000 રૂપિયા સુધી મોંઘું

આઈપેડ મીની 2021 માં લોન્ચ કરવામાં આવી હતી, જેની કિંમત હવે 49,900 રૂપિયા છે. આ કિંમત 64GB + Wi-Fi મોડલની છે. તેની કિંમતમાં 3,000 રૂપિયાનો વધારો થયો છે. ત્યારે 6GB + LTE મોડલની કિંમત હવે 64,900 રૂપિયા અને 256GB + Wi-Fi 64,900 રૂપિયા થઈ ગઈ છે. આઈપેડ મિનીનું 256GB + LTE વર્ઝન હવે 79,900 રૂપિયામાં ખરીદી શકાય છે.

iPad Air 2022 માટે 64GB + Wi-Fiની કિંમત અગાઉ 54,900 રૂપિયાથી વધીને 69,900 રૂપિયા થઈ ગઈ છે. iPad Air 2022નું 64GB + LTE રૂ. 74,900માં અને 256GB + Wi-Fi રૂ. 74,900માં અને 256GB + સેલ્યુલર મોડલ રૂ. 89,900માં ખરીદી શકાય છે.

iPhone SE (2022): 6,000 રૂપિયા સુધીનો ખર્ચાળ

iPhone SE 3ના 64 GB સ્ટોરેજની કિંમત હવે રૂ. 49,900, 128 GBની રૂ. 54,900 અને 256 GBની કિંમત રૂ. 64,900 છે. આવી સ્થિતિમાં દરેક મોડલની કિંમતમાં 6,000 રૂપિયાનો વધારો થયો છે. તમને જણાવી દઈએ કે, iPhone SE 3ને 43,900 રૂપિયાની પ્રારંભિક કિંમતે લોન્ચ કરવામાં આવ્યો હતો. ત્યારે 128 GB મોડલની કિંમત 47,800 રૂપિયા અને 256 GBની કિંમત 58,300 રૂપિયા હતી.

Apple AirTag : 300 રૂપિયા મોંઘા

Appleનું ટ્રેકિંગ ડિવાઈસ AirTag 300 રૂપિયા મોંઘું થઈ ગયું છે. તેની કિંમત હવે વધીને રૂ. 3,490 થઈ ગઈ છે, જ્યારે ચાર પેકની કિંમત અગાઉ રૂ. 10,900થી વધીને રૂ. 11,900 થઈ ગઈ છે.

Apple Watch Band Solo Loop : રૂ 600 મોંઘો 

સોલો લૂપ બેન્ડની કિંમત પહેલા 3,900 રૂપિયા હતી જે હવે વધીને 4,500 રૂપિયા થઈ ગઈ છે. તે છ રંગોમાં ખરીદી શકાય છે. ત્યારે Apple Watch Band Solo Loop બેન્ડ પણ 1,600 રૂપિયા સુધી મોંઘું થઈ ગયું છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!