જેમાં અસારવાના ધારાસભ્ય પ્રદીપ પરમાર, પૂર્વ કાઉન્સિલરો અને ભૂતકાળમાં કોર્પોરેશનની ચૂંટણી લડી ચૂકેલા ઉમેદવારો સહિત 100થી વધુ લોકોએ દાવેદારી નોંધાવી હતી. મહાનગરો અને જિલ્લાઓમાં આજથી ત્રણ દિવસ માટે નિરીક્ષકો દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
અસારવા વિધાનસભા બેઠક પર પણ અન્ય બેઠકોની જેમ સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ થતા મોટી સંખ્યામાં એક પછી એક ઉમેદવારો ત્યાં પહોંચી રહ્યા છે. ત્યારે આગેવાનો તેમના કાર્યકરો સાથે મોટી સંખ્યામાં ઉમેદવારોની નોંધણી કરતા જોવા મળ્યા છે. જેમાં દરિયાપુર કોર્પોરેશનની ચૂંટણી લડી ચૂકેલા પૂર્વ કાઉન્સિલરો સુમન રાજપૂત, તુલસી ભીલ, મુકેશ પરમાર અને વિભૂતિ પરમારે દાવેદારી નોંધાવી છે.
આગામી વિધાનસભાની ચૂંટણીની ઘડીયો ગણાઈ રહી છે. ત્યારે નવા વર્ષના બીજા જ દિવસે આજથી ભાજપે 182 બેઠકો માટે સેન્સર પ્રક્રિયા શરૂ કરી છે.અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર સહિતના શહેરોમાં ઉમેદવારોની સેન્સ પ્રક્રીયા શરૂ કરાઈ છે જ્યારે આવતીકાલે રાજકોટમાં સેન્સની પ્રક્રિયા હાથ ધરાશે.