પાટણ જિલ્લાની ચાર વિધાનસભા બેઠકો માટે ભાજપના ઉમેદવારની પસંદગીને લઈ સેન્સ પ્રક્રિયા યોજાઈ ગુજરાત વિધાનસભાની ચૂંટણી તૈયારી શરૂ થઈ ગઈ છે આગામી સમયમાં ચૂંટણીની તારીખો પણ જાહેર થવાની સંભાવના છે ત્યારે પાટણ જિલ્લાની વિધાનસભા બેઠકો નાં સંભવિત ઉમેદવારો ની પસંદગી માટે ભાજપ ના પ્રદેશ અને રાષ્ટ્રીય મોવડી મંડળ દ્વારા નિયુક્ત કરનારા નિરિક્ષકો આજરોજ પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આવી ને સવાર 9 વાગ્યાથી સંભવિત ઉમેદવારો તથા તેમના સમર્થકો ને સાંભળીને સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી મોવડી મંડળ દ્વારા પાટણ જિલ્લાની ચાર વિધાનસભા બેઠકો માટેના નિરીક્ષકો ભાજપ કાર્યાલય ખાતે ભાજપના સંભવિત ઉમેદવારોની રજૂઆત સાંભળવામાં આવી હતી જેનો રિપોર્ટ તેઓ મોવડી મંડળ અને પાર્લામેન્ટ્રી બોર્ડને સોંપવામાં આવશે પાટણ જિલ્લાની ચારેય બેઠકો પૈકી પાટણ વિધાનસભા બેઠકના સંભવિત ઉમેદવારો અને સમર્થકોને સવારે 9 વાગ્યે સાંભળવામાં આવ્યા હોવાનું જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોરે જણાવ્યું પાટણ શહેર ખાતે આવેલ ભારતીય જનતા પાર્ટી ધ્વરા પાટણ જિલ્લાની ચાર વિધાનસભા બેઠકો માટે ભાજપ ના ઉમેદવારની પસંદગીને લઈ સેન્સ પ્રક્રિયા યોજાઈ
પાટણ જિલ્લાની ચાર વિધાનસભા બેઠકો માટે ભાજપના ઉમેદવારની પસંદગીને લઈ સેન્સ પ્રક્રિયા યોજાઈ
By cradmin