હેટ સ્પીચનો આ મામલો 2019ની લોકસભા ચૂંટણી સાથે સંબંધિત છે. આઝમ ખાને રામપુરની મિલક વિધાનસભામાં ચૂંટણી ભાષણ દરમિયાન કથિત રીતે વાંધાજનક અને ભડકાઉ ટિપ્પણી કરી હતી. આ ફરિયાદ ભાજપના નેતા આકાશ સક્સેનાએ કરી હતી. આ મામલામાં રામપુરની સાંસદ-ધારાસભ્ય કોર્ટે 27 ઓક્ટોબરે પોતાનો ચુકાદો આપતાં આઝમ ખાનને દોષિત ઠેરવ્યા છે.
આઝમ ખાન તરફથી શું દલીલ કરવામાં આવી?
આઝમ ખાનના વકીલ વિનોદ શર્માએ કહ્યું હતું કે, અમે અમારી સંપૂર્ણ દલીલ કરી છે. જેટલા પણ ભાષણો હોય, આ અમારા ભાષણ નથી. આ તમામ નકલી રીતે બનાવવામાં આવ્યા છે. ફરિયાદ પક્ષ પોતાનો કેસ કોર્ટમાં સાબિત કરી શક્યું નથી. ફરિયાદ અને અમે અમારી દલીલો પૂર્ણ કરી છે. અમારા દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓનો તે સ્પષ્ટ જવાબ આપી શક્યા ન હતા. અમે આવી કોઈ હેટ સ્પીચ આપી નથી અને અમારી વિરુદ્ધ નકલી કેસ તૈયાર કરવામાં આવ્યો છે.’