વટવા વિધાનસભાની બેઠક પર ટર્નિંગ પોઈન્ટ આવ્યો છે. જેમાં પ્રદિપ સિંહ જાડેજાનું સર્વાનુંમતે નામ સામે સામે આવ્યા બાદ અંતિમ ઘડીમાં એક પછી એક એમ અન્ય દાવેદારોએ નામ નોંધાવ્યા છે. આ નામ આવતાની સાથે જ વટવા બેઠક પર ટર્નિંગ પોઈન્ટ આવ્યો છે.
182 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીટ દ્વારા સેન્સ લેવાની પ્રક્રીયા હાથ ધરવામાં આવી છે ત્યારે આજે સેન્સ પ્રક્રીયાનો બીજો દિવસ છે. આજે અમદાવાદ શહેરી વિસ્તારમાં પણ સેન્સ લેવાની પ્રક્રીયા હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે સૈ પ્રથમ સર્વાનુમતે પ્રદિપસિંહનું નામ સૂચવવામાં આવ્યું હતું પરંતું ત્યાર બાદ આ નામ પછી અન્ય નામો સામે આવ્યા હતા. જેને જોતા અનેત તર્ક વિતર્ક પણ સેવવામાં આવી રહ્યો છે. બીજેપીના કદાવર નેતા પ્રદિપ સિંહ છે ત્યારે તેઓે અહીંથીચ લીડ સાથે જીતતા આવી રહ્યા છે.
સર્વાનુંમતે પ્રદિપસિંહ જાડેજાનું નામ નક્કી કરાયા પછી અંતિમ કલાકમાં 12 જેટલા દાવેદારોએ પોતાના નામ દાવેદારીમાં નોંધાવ્યા હતા. જેના કારણે ટર્નિંગ પોઈન્ટ આવ્યો છે. નિરીક્ષકો દ્વારા દાવેદારોને સાંભળવાના અંતિમ કલાકમાં આ નામ સામે આવ્યું છે. પૂર્વ કોર્પોરેટરો તેમજ ભાજપના અન્ય અગ્રણીઓ એવા રવિ ઠાકોર, રાજુ પટેલ, અરવિંદ પટેલ સહીતના નામો સામે આવ્યા હતા. એક કલાકની અંદર ઘટનાક્રમ બદલાયો હતો.