Cash Deposit New Rule: બેંકો અથવા પોસ્ટ ઓફિસથી સંબંધિત મોટા ટ્રાન્ઝેક્શન કરનારા ગ્રાહકો માટે મહત્વપૂર્ણ સમાચાર છે. ઈનકમ ટેક્સ વિભાગે મોટો નિયમ બદલ્યો છે. ટેક્સ વિભાગ દ્વારા જારી કરાયેલા નવા નિયમો મુજબ જો કોઈ વ્યક્તિ કોઈ એક નાણાકીય વર્ષમાં બેંક અથવા પોસ્ટ ઓફિસમાં 20 લાખ રૂપિયા કે તેથી વધુ રોકડ જમા કરાવે છે, તો તેને ફરજિયાતપણે પેન (PAN) અને આધાર (આધાર) જમા કરાવવું પડે છે.
ઈનકમ ટેક્સ (15th Aamendment) રૂલ્સ, 2022 હેઠળ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) એ નવા નિયમો જારી કર્યા છે, જે અમલમાં પણ આવી ગયા છે. આ નિયમને નોટિફાય કરી દેવામાં આવ્યા છે.
હવે જરૂરી થશે PAN – Aadhaar
- જો કોઈ વ્યક્તિ નાણાકીય વર્ષમાં એક અથવા વધુ એકાઉન્ટમાં 20 લાખ રૂપિયા રોકડમાં જમા કરાવે છે, તો તેણે પાન-આધાર સબમિટ કરવું પડશે.
- જો તમે એક નાણાકીય વર્ષમાં બેન્કિંગ કંપની અથવા સહકારી બેંક અથવા પોસ્ટ ઓફિસમાં એક અથવા એક કરતા વધુ એકાઉન્ટમાંથી 20 લાખ રૂપિયા ઉપાડો તો પણ પેન-આધારને લિંક કરવું જરૂરી રહેશે.
- જો તમે બેન્કિંગ કંપની, કો-ઓપરેટિવ બેંક અથવા પોસ્ટ ઓફિસમાં કરન્ટ એકાઉન્ટ અથવા કેશ ક્રેડિટ એકાઉન્ટ ખોલો છો તો પણ પેન-આધાર આપવો પડશે.
- જો કોઈ વ્યક્તિ કરન્ટ એકાઉન્ટ ખોલે છે, તો તેના માટે પણ પેન કાર્ડ ફરજિયાત રહેશે.
- જો કોઈ વ્યક્તિનું બેંક એકાઉન્ટ પહેલાથી જ PAN સાથે લિંક છે, તો પણ તેણે લેવડ – દેવડ માટે પેન – આધાર લિંક કરવું પડશે.
ટેક્સ વિભાગે અપનાવ્યું કડક વલણ
હકીકતમાં ઈનકમ ટેક્સ વિભાગે આ નિર્ણય રોકડની નકલ ઘટાડવા અને દેખરેખના હેતુ માટે લીધો છે. ઈનકમ ટેક્સ વિભાગ લોકોના નાણાકીય વ્યવહારોથી અપડેટ રહે તે માટે સરકારે આ પગલું ભર્યું છે. હવે આધાર અને પેન લિંક કરવાથી વધુને વધુ લોકો ઈનકમ ટેક્સના દાયરામાં આવશે. હકીકતમાં જ્યારે તમારી પાસે ટ્રાન્ઝેક્શન દરમિયાન પેન નંબર (PAN Number) હશે, ત્યારે આવકવેરા વિભાગ (Income tax department) તમારા પર કડક નજર રાખશે.