30.9 C
Kadi
Thursday, March 30, 2023

નોકરી બદલી છે તો PF ટ્રાન્સફર અવશ્ય કરી લેજો, સરળતાથી ઓનલાઈન કરી શકો છો આ કામ: જાણો સમગ્ર રીત


એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) એ તાજેતરના વર્ષોમાં તેની લગભગ તમામ સેવાઓને ડિજીટલ કરી દીધી છે. હવે ગ્રાહકો ઘરે બેઠા ઈ-નોમિનેશનથી લઈને UAN નંબર સુધી ઓનલાઈન કરી શકશે. એ જ રીતે EPF એકાઉન્ટનું બેલેન્સ જાણવા માટે હવે ઓફિસના ધક્કા ખાવાની જરૂર નથી. આનાથી પીએફ સબસ્ક્રાઇબર્સને ઘણી સુવિધા મળી છે. લોકો સમયાંતરે પ્રાઈવેટ સેક્ટરમાં નોકરીઓ બદલતા રહે છે. આવી સ્થિતિમાં નોકરી બદલ્યા પછી પ્રોવિડન્ટ ફંડના ખાતાધારકોએ પણ તેમનું પીએફ એકાઉન્ટ ટ્રાન્સફર કરવું પડે છે.

જો તમે પણ તાજેતરમાં જ તમારી નોકરી બદલી છે અને તમે તમારા પીએફને અગાઉની કંપનીમાંથી તમારા વર્તમાન એમ્પ્લોયરને ટ્રાન્સફર કરવા માંગો છો, તો તમે આ કામ ઓનલાઈન કરી શકો છો. જ્યારે પ્રાઈવેટ સેક્ટરમાં કામ કરનાર વ્યક્તિ એક કંપની છોડીને બીજી કંપનીમાં નોકરી શરૂ કરે છે ત્યારે પીએફ એકાઉન્ટ ટ્રાન્સફર કરવાની જરૂર પડે છે. તેણે તેની જૂની કંપનીમાં જમા કરાવેલા પીએફના રૂપિયા તેની નવી કંપનીના પીએફ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાના રહેશે. હવે EPF મેમ્બર્સ તેમના EPF એકાઉન્ટની રકમ પણ ઓનલાઈન ટ્રાન્સફર કરી શકશે.

પહેલા કરી લો આ કામ

PF એકાઉન્ટને ઓનલાઈન ટ્રાન્સફર કરવા માટે UAN પોર્ટલ પર તમારું UAN એક્ટિવ હોવું આવશ્યક છે. ઉપરાંત તમારી પાસે એક્ટિવેશન માટે ઉપયોગમાં લેવાયેલ મોબાઇલ નંબર પણ હોવો જોઈએ. આ સિવાય કર્મચારીનું બેંક એકાઉન્ટ અને IFSC કોડ પણ UAN સાથે લિંક હોવો જોઈએ અને કર્મચારીનું ઈ-KYC પણ એમ્પ્લોયર દ્વારા એપ્રૂવ્ડ હોવું જોઈએ.

આવી રીતે રૂપિયા ટ્રાન્સફર કરો

  • EPFO ના યુનિફાઈડ મેમ્બર પોર્ટલ પર જાવ
  • તમારા UAN  અને પાસવર્ડ સાથે લોગિન કરો
  • હવે ઓનલાઈન સર્વિસિસ ઓપ્શન પર જઈ વન મેમ્બર – વન ઈપીએફ એકાઉન્ટ (ટ્રાન્સફર રિક્વેસ્ટ) પર ક્લિક કરો
  • પર્સનલ ડિટેઈલ્સ સાથે વર્તમાન પીએફ એકાઉન્ટ સંબંધિત તમામ ડિટેઈલ્સ વેરિફાય કરો
  • પીએફ એકાઉન્ટની ડિટેઈલ વેરિફાય કર્યા પછી લાસ્ટ પીએફ એકાઉન્ટ ડિટેઈલ્સ ઓપ્શન પર ક્લિક કરો
  • ફોર્મને વેરિફાઈ કરવા માટે છેલ્લા એમ્પ્લોયર તથા વર્તમાન એમ્પ્લોયરમાંથી કોઈ એકની પસંદગી કરો
  • UAN સાથે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર ઓટીપી માટે ગેટ ઓટીપી ઓપ્શન પર ક્લિક કરો
  • ઓટીપી દાખલ કરી સબ્મિટ પર ક્લિક કરો. આમ કરવા પર એમ્પ્લોયરને પણ ઈપીએફ ટ્રાન્સફરની જાણકારી મળી જશે
  • તમારી કંપની યુનિફાઈડ પોર્ટલના એમ્પ્લોયર ઈન્ટરફેસ દ્વારા તમારી EPF ટ્રાન્સફર રિક્વેસ્ટને એપ્રૂવ કરશે

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!