23.9 C
Kadi
Sunday, May 28, 2023

મોટી સફળતા : 28,000 નકલી મોબાઈલ નંબરની થઈ ઓળખ, સાયબર ચોરો ફોનમાં કરી રહ્યા હતા છેતરપીંડી


હરિયાણા પોલીસે આવા 28,000 મોબાઈલ નંબરની ઓળખ કરી છે જેનો ઉપયોગ સાયબર ક્રાઈમ માટે કરવામાં આવતો હતો. આ તમામ નંબરો ટૂંક સમયમાં બ્લોક કરવામાં આવશે. તેમાંથી 27,824 ફોન નંબરની ઓળખ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930, cybercrime.gov.in દ્વારા કરવામાં આવી છે.  અધિક પોલીસ મહાનિર્દેશક (ક્રાઈમ) ઓપી સિંહના જણાવ્યા મુજબ, આમાંથી 7,142 ગુરુગ્રામમાં, 3,896 ફરિદાબાદમાં, 1,420 પંચકુલામાં, 1,408 સોનીપતમાં, 1,045 રોહતકમાં, 1,228 હિસારમાં અને 1,101 અંબાલામાં છે. આ જિલ્લાઓમાં સૌથી વધુ નકલી મોબાઈલ નંબરનો ઉપયોગ સાયબર ક્રાઈમ માટે કરવામાં આવ્યો છે.

આ તમામ મોબાઈલ નંબરના આઈએમઈઆઈ નંબર પણ સર્વિસ પર મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત તે મોબાઈલ ફોનની પણ ઓળખ કરવામાં આવી રહી છે જેમાં આ નંબરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં સાયબર ક્રાઈમને લઈને 47,000 ફરિયાદો મળી છે. આ દરમિયાન પોલીસને લોકોના 15 કરોડ રૂપિયા પણ પાછા મળ્યા છે.

તમને જણાવીએ કે, ઓક્ટોબરને રાષ્ટ્રીય સાયબર સુરક્ષા મહિના તરીકે ઉજવવામાં આવે છે. સાયબર સુરક્ષા ટિપ્સ આપતા સિંહે લોકોને ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન ચાલુ કરવા કહ્યું છે. આ સિવાય મજબૂત પાસવર્ડનો ઉપયોગ કરવાની પણ સલાહ આપવામાં આવે છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!