વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ‘મન કી બાત’ કરી હતી. પીએમ મોદીએ પોતાના સંબોધનની શરૂઆત છઠની શુભેચ્છા સાથે કરી હતી. મન કી બાતના 94મા એપિસોડમાં પીએમ મોદીએ કહ્યું કે આ તહેવાર સ્વચ્છતાના મહત્ત્વ પર પણ ભાર મૂકે છે. આ પણ એક ભારત શ્રેષ્ઠ ભારતનું ઉદાહરણ છે. હવે પૂર્વાંચલની સાથે દિલ્હી, મુંબઈ અને ગુજરાતમાં પણ છઠની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. હવે વિદેશોમાં પણ છઠની ઉજવણી કરવામાં આવી રહી છે.
પીએમ મોદીએ સૌર ઉર્જા અંગે પણ ચર્ચા કરી હતી. એમ પણ કહ્યું કે આખી દુનિયા આમાં પોતાનું ભવિષ્ય જોઈ રહી છે. આપણે સૌર ઉર્જાથી વીજળી ઉત્પન્ન કરનારા સૌથી મોટા દેશોમાંના એક બની ગયા છીએ. સૌર ઉર્જા ગરીબ અને મધ્યમ વર્ગના જીવનને બદલી રહી છે. હવે સૌર ઉર્જાથી વીજળીનું બિલ નથી આવતું, પણ હવે કમાણી થઈ રહી છે. તેમણે કહ્યું કે તાજેતરમાં જ ગુજરાતનું મોઢેરા પ્રથમ સૂર્ય ગ્રામ બની ગયું છે.
મન કી બાતમાં પીએમ મોદીએ કહ્યું કે આપણો દેશ સોલર અને સ્પેસ સેક્ટરમાં અજાયબીઓ કરી રહ્યો છે. તાજેતરમાં, ભારતે અવકાશમાં એક સાથે 36 ઉપગ્રહ સ્થાપિત કર્યા છે. દિવાળીના એક દિવસ પહેલા મળેલી આ સફળતા મોટી ભેટ છે. આનાથી ડિજિટલ કનેક્ટિવિટીમાં મદદ મળશે. તેનાથી દૂરના વિસ્તારો એકબીજા સાથે જોડાઈ શકશે. તેમણે કહ્યું કે ભારતના વૈજ્ઞાનિકોએ માત્ર સ્વદેશી ટેક્નોલોજી વિકસાવી નથી, પરંતુ ઘણા ઉપગ્રહો પણ સફળતાપૂર્વક સ્થાપિત કર્યા છે. તેમણે કહ્યું કે અગાઉ સ્પેસ સેક્ટર સરકારી સિસ્ટમના દાયરામાં સીમિત હતું. જ્યારે આ ક્ષેત્રને ખાનગી ક્ષેત્ર માટે ખોલવામાં આવ્યું ત્યારે તેમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે.
પીએમ મોદીએ કહ્યું કે જે રીતે આપણા દેશના યુવાનો રાષ્ટ્ર નિર્માણમાં એકઠા થયા છે તે પ્રેરણાદાયી છે. હેકાથોનમાં પણ યુવાનો સખત મહેનતથી કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે મેં લાલ કિલ્લાથી આ દાયકાને ભારતનો ટેક બનાવવાની વાત કહી હતી. આઈઆઈટીના વિદ્યાર્થીઓએ આ કામની કમાન સંભાળી લીધી છે.
મન કી બાતમાં પર્યાવરણનો ઉલ્લેખ કરતાં વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે એવા લોકોની કોઈ કમી નથી જે તેની સુરક્ષા માટે જીવન વિતાવી નાખે છે. તેમણે કહ્યું કે આજે ઇકો ફ્રેન્ડલી લિવિંગ પ્રત્યે જાગૃતિ વધી છે. પીએમ મોદીએ કોઇમ્બતુરમાં અનાઇકટ્ટીની આદિવાસી મહિલાઓના ટેરાકોટા ટી-કપ બનાવવા માટે પ્રયાસોની પણ પ્રશંસા કરી હતી. પીએમે વાયો બિલેજ વિશે પણ ચર્ચા કરી.