રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યું હોવાની વાત કરી હતી. દક્ષિણ ગુજરાતના પ્રવાસ આવેલા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે સુરતમાં પત્રકાર પરિષદને સંબોધી હતી. જેમાં તેમણે આ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહારો કર્યા હતા. કેજરીવાલ સત્તામાં આવતા જ ગાંધીના ફોટાઓને હટાવી નાખ્યા છે. આને ગુજરાત ક્યારેય સાખી નહી લે.ભાજપ દ્વારા જે સ્થિતિ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ઊભી કરી છે તેના કારણે લોકોમાં ભારે રોષ છે.
વડાપ્રધાન મોદી અને અમિત શાહના કાર્યક્રમ પુરા નહીં થાય જાય ત્યાં સુધી તારીખ જાહેર કરવાના નથી.ભાજપનું મોડલ ખતરનાક હોવાનું ઉમેરતા કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી સત્તા પર ટકી રહેવા માટે કોઈપણ પ્રકારનો ગઈ હતી. પ્રયાસ કરે છે. તેઓ એક પ્રકારે ડરનો માહોલ ઊભો કરે છે. અહીં લોકશાહી જેવું કશું જ રહ્યું નથી માત્ર કાળા ઝંડા બતાવનારાઓને પાસામાં ધકેલી દેવાનું કામ ભાજપની સરકાર કરી રહી છે.
ગહેલોત દ્વારા વધુમાં ઉમેરવામાં આવ્યું હતું કે ગઈ વિધાનસભાની ચૂંટણીમાં પણ અમિત શાહ દ્વારા ગુજરાતમાં 150 બેઠકોનું લક્ષ્ય આપવામાં આવ્યું હતું. પરંતુ તમે સૌ જાણો છો કે માત્ર 99 બેઠકો ઉપર આવીને ઊભી રહી ગઈ હતી.