અભાવિપ ગુજરાત પ્રદેશ દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીમાં વિધાર્થી વર્ગ સાથે યુવાવર્ગ વધારેમા વધારે મતદાન કરવા પ્રેરીત થાય, તે માટે વિધાર્થી પરિષદ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો સાથે રથયાત્રાનુ આયોજન કરવામાં આવ્યું તથા વિધાર્થી પરિષદ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન હેઠળ મતદાન માટે પ્રેરીત કરતુ વોટ કર ગુજરાત”ની થીમ પર ગુજરાતી ગીત પણ લોન્ચ કરવામાં આવ્યું.
આ મતદાન જાગૃતિ રથયાત્રા ગુજરાતના 19 જિલ્લાના જુદા જુદા 180 કરતા પણ વધુ કોલેજ કેમ્પસોમા જઈને અભાવિપના કાર્યકર્તા દ્વારા ફ્લેશ મોબ નુક્ત નાટક જેવા વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યું. આ મતદાન જાગૃતિ અભિયાન જનજાતિ વિસ્તારો થી લઈને મહાનગરો ના કોલેજ કેમ્પસ અને યુનિવર્સિટીઓમાં વિધાર્થી પરિષદના કાર્યકર્તાઓ ગુજરાતના દરેક યુવાન સુધી પોતાનો અચુક મતદાન માટેનો સંદેશો પહોંચાડવા પ્રયત્નશીલ થવા છે. જેથી વિદ્યાર્થીઓ પણ આ લોકશાહીના પર્વ વડે રાષ્ટ્ર નિર્માણ તરફ મતદાન દ્વારા પોતાનું યોગદાન આપે. સાથે જ બાકીના જીલ્લાઓમા પણ વિદ્યાર્થી પરિષદ દ્વારા આગામી સમયમા આ જ રીતે મતદાન જાગૃતિ રથયાત્રાનું આયોજન કરવામાં આવશે. મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત વિવિધ સંમેલનોનું પણ આયોજન કરવામાં આવશે જેમા ફર્સ્ટ ટાઇમ વોટર્સ જેમા મેડિકલ, એગ્રીઝાયર અને ટેક્નિકલ વિદ્યાર્થીઓને વિવિધ સંમેલનો થકી મતદાન જાગૃતિ અભિયાન પુરા પ્રદેશભરમાં વિવિધ રચનાત્મક કાર્યક્રમો થકી યુવાનો મત આપવા પ્રેરીત થાય ઉત્સાહી બને તે હેતુથી કાર્ય કરવામાં આવશે.
આ અંતર્ગત જુનાગઢ વિભાગમાં પણ મતદાન જાગૃતિ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, આ રથ તારીખ ૨૨/૧૧ જુનાગઢ ખાતે થી નીકળી, માણાવદર ના અલગ અલગ કેમ્પસ મા ફરી પોરબંદર ખાતે આવી પહોંચ્યો હતો. જેમાં પોરબંદરની વિવિધ શાળાઓ અને કોલેજની અંદર જેમ કે સિગ્મા પબ્લિક સ્કૂલ, મહર્ષિ દયાનંદ સાયન્સ કોલેજ , પોલિટેકનિકલ એન્જિનિયરિંગ કોલેજ, વિ.જે મોઢા કોલેજ, શ્રી સ્વામિનારાયણ કેમ્પસ માંથી ૧૧૦૦ થી ૧૨૦૦ ની સંખ્યામાં વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં જોડાયા અને મતદાન જાગૃતિની પ્રતિજ્ઞા લીધી,વિદ્યાર્થી પરિષદ વતી મતદાન જાગૃતિ અંગેની પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું.આ રથ નું પોરબંદર ની અંદર ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું જેમાં વિદ્યાર્થીઓ આ રથમાં signature કરી અને ૧૦૦% ટકા મતદાનના સંકલ્પ સાથે જોડાયા.રથ બે દિવસ સુધી પોરબંદર ની અંદર રોકાયો હતો.આ રથ હાલ ગીર સોમનાથ જિલ્લાના વિવિધ કેમ્પસમાં જવા માટે પ્રસ્થાન કરી ચૂક્યો છે.