23.9 C
Kadi
Sunday, May 28, 2023

ગૃહમંત્રીની ઉપસ્થિતિમાં રાજપીપળા શહેરમાં યોજાનારા રોડ શો સંદર્ભે નો ફ્લાય ઝોન અંગે જાહેરનામું


વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ- ૨૦૨૨ અંતર્ગત ભારતના ગૃહમંત્રી ઉપસ્થિતિમાં રાજપીપલા શહેરમાં યોજાનારા રોડ શો સંદર્ભે નો ફ્લાય ઝોન અંગે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી કેટલાંક નિયંત્રણો લાદવામાં આવ્યા છે.

૨૫/૧૧/૨૦૨૨ ના રોજ ભારતના ગૃહમંત્રી અમિત શાહ રાજપીપલા ટાઉન ખાતે રોડ શો કાર્યક્રમમાં પધારનાર છે. તેઓશ્રી Z + with CRPF & ASL Protectee કક્ષાની સુરક્ષા વ્યવસ્થા ધરાવતા હોઈ, મહાનુભાવની સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને લઇ મહાનુભાવના કાર્યક્રમ વિસ્તારોમાં “નો ફ્લાય ઝોન” જાહેર કરવા અંગે નર્મદાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ સી.એ.ગાંધીને મળેલ સત્તાની રૂએ ઉક્ત રોડ શો દમિયાન જાહે૨ સલામતી-સુરક્ષા જળવાય રહે તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જોખમાય નહી તે હેતુસ૨ જાહેરનામામાં નિર્દિષ્ટ કૃત્યો પર પ્રતિબંધ ફરમાવ્યો છે. તા.૨૫/૧૧/૨૦૨૨ ના રોજ ૦૦:૦૦ કલાક થી ૨૪:૦૦ કલાક સુધી રાજપીપલા શહે૨માં “નો ફ્લાય ઝોન” જાહે૨ ક૨વા. તથા “નો ફ્લાય ઝોન” માં જમીનથી આકાશ તરફ ઉડાવવામાં આવતા ચાઇનીઝ તુક્કલ, ફુગ્ગા, પતંગ, વાવટા, ડ્રોન, સિન્થેટીક પ્લાસ્ટિક તેમજ અમુક કલરના ફુકાવતા/ ઉડાવવામાં આવતા કાપડ ફરકાવવા/ ઉડાડવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.

આ જાહેરનામાના કોઈપણ ખંડ કે ભાગનો ભંગ કરનાર અગર ઉલ્લંધન કરનારને ભારતીય ફોજદારી અધિનિયમ – ૧૮૬૦ ની કલમ – ૧૮૮ હેઠળ બિન જામીનલાયક ગુના માટે શિક્ષાને પાત્ર થશે. નર્મદા જિલ્લામાં ફ૨જ બજાવતાં હેડ કોન્સ્ટેબલ થી નાયબ પોલીસ અધિક્ષક સુધીનો હોદ્દો ધરાવના૨ તમામ અધિકારી આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિઓ વિરૂધ્ધ ફરીયાદ કરવા માટે અધિકૃત કરવામાં આવે છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!