ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આપ પાર્ટી ચૂંટણી પહેલા ગેરંટીઓ જારી કરી ચૂકી છે ત્યારે કોંગ્રેસે પણ તાજેતરમાં જ ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે ત્યારે સૌ કોઈ ચૂંટણી ઢંઢેરો ભાજપનો ક્યારે જાહેર થશે તેને લઈને રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવે આ સમાચાર પણ આવી ચૂક્યા છે. આવતી કાલે બીજેપી ઢંઢેરો જારી કરશે.
ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર કમલમથી પ્રેસ કોન્ફરન્સ કરશે. આ દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર રહી શકે છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ચૂંટણી ઢંઢેરો જાહેર કરવા દરમિયાન કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પણ હાજર રહી શકે છે.
ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપે પોતાના ચૂંટણી ઢંઢેરાને લઈને તૈયારીઓ કરી છે. આવતીકાલે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર કમલમ ખાતે પત્રકાર પરિષદ યોજી સંકલ્પ પત્રની જાહેરાત કરશે.
ભાજપના સંકલ્પ પત્રમાં આ મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવશે
ભાજપ આરોગ્ય શિક્ષણ અને ઔદ્યોગિક નીતિ પર વધુ ભાર આપશે. આ ઉપરાંત ઔદ્યોગિક નીતિમાં ફેરફાર કરીને સરળીકરણ કરવામાં આવી શકે છે. પ્રવાસન પર ભાર મૂકવામાં આવશે અને આદિવાસી વિસ્તારોને મજબૂત બનાવવાની નીતિ બનાવવામાં આવી શકે છે. આ ઉપરાંત ભાજપ આરોગ્યને ધ્યાનમાં રાખીને ઝડપી ક્લિનિક પર ધ્યાન આપી શકે છે તાલુકા મથક સુધી સ્માર્ટ સ્કૂલ બનાવવાનો આગ્રહ રાખી શકે છે.