ખેડાના 6879 પ્રિસાઇડીંગ ઓફિસરનું બેલેટથી મતદાન આજે જિલ્લાના પોલીસ સ્ટાફનું મતદાન આગામી તા.5 ડિસેમ્બરના રોજ ખેડા જિલ્લાની 6 બેઠકો માટે મતદાન થનાર છે. ત્યારે ચૂંટણી પ્રક્રિયામાં રોકાયેલા પ્રિસાઇડીંગ ઓફિસરો પોતાની ફરજ દરમિયાન મતદાન કરી શકે તેમ ન હોય ગૂરૂવારે તમામ બેઠકો પર યોજાયેલ ટ્રેનીંગ કાર્યક્રમ બાદ તેઓએ બેલેટ મતદાન કર્યું હતું. જિલ્લાની 6 બેઠકો માટે રોકાયેલા 6879 ઓફિસરોએ પોતાના કિમતી મતનો ઉપયોગ કર્યો હતો. ખેડા જિલ્લાની માતર, નડિયાદ, મહેમદાવાદ, મહુધા, ઠાસરા અને કપડવંજ બેઠક માટે આગામી તા.5 ડિસેમ્બરના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરાનાર છે. મતદાન પ્રક્રિયા માટે જે સ્ટાફ ફાળવવામાં આવ્યો છે, તેઓ તે દિવસે મતદાન કરી શકે તેમ ન હોઈ આવા પ્રિસાઇડીંગ ઓફિસર અને આસી. પ્રિસાઇડીંગ ઓફિસરોની આજે દરેક તાલુકા પર ટ્રેનિંગની આયોજન કરવામાં આવ્યું હતુ. ટ્રેનીંગની સાથો સાથે તેઓને બેલેટ પેપર ફાળવી તેમનું મતદાન પણ કરાવવામાં આવ્યું હતું. મહત્વની વાત છેકે જિલ્લામાં 6 બેઠકો પર કુલ 1744 પોલીંગ બુથ છે. હવે શુક્રવારે તમામ પોલીસ જવાનોનું પણ બેલેટ મતદાન થશે.