પાટણ જિલ્લાની સિધ્ધપુર વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર બલવંતસિંહ રાજપૂતનો ઝંઝાવાતી પ્રચાર પ્રસાર અને જનસંપર્ક જોરશોરથી ચાલી રહયો છે. ત્યારે આજે સિધ્ધપુર મત વિસ્તારના માદરે વતન ચારુપ ખાતે ભાજપના ઉમેદવાર બલવંતસિંહ રાજપૂતની જાહેરસભા યોજાઇ હતી.જાહેરસભા પૂર્વે વડુથી ચારુપ સુધી તેમના સમર્થકોએ રોડ શો યોજી ચારુપ ખાતે આવતા સમસ્ત ગ્રામજનો સહિત આગેવાનોએ ઉમેદવાર બલવંતસિંહ રાજપૂતને પાઘડી તેમજ ફુલહાર પહેરાવી વિશેષ સન્માન કર્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત બલવંતસિંહ રાજપૂતની ટીમના આગેવાન સમર્થકોએ આગામી ૫મી ડિસેમ્બરે કમળ પર બટન દબાવી બલવંતસિંહ રાજપૂતને જંગી બહુમતીથી જીતાડવા હાકલ કરી હતી. તો આ જાહેરસભામાં બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, જયારે જ્યારે જે સ્વરુપે હું માદરે વતન આવ્યો છું ત્યારે ગામલોકોએ મદદ કરી મારી પડખે ઉભા રહયા છે તેમજ મારી સેવાકીય પ્રવૃત્તિને વેગ આપી મારી ઉંચાઇ વધારી છે અને તેઓએ મને જે સહકાર આપ્યો છે તે બદલ હું સૌ ગ્રામજનોનો ઋણી છું. ત્યારે ગામના વિકાસને ધ્યાનમાં રાખીને આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને મત આપવા અપીલ કરું છું. ચારુપ ગામની ઓળખાણથી આજે હું સમગ્ર ગુજરાતમાં મોભાનું સ્થાન ધરાવું છું ત્યારે પાંચમી ડિસેમ્બરે વધુમાં વધુ મતદાન થાય તેવી સમસ્ત ગ્રામલોકોને અપીલ કરું છું. આ પ્રસંગે સિધ્ધપુર વિધાનસભા બેઠકના ભાજપના અગ્રણી સમર્થકો, સમાજના આગેવાનો તેમજ ગામલોકો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહયા હતા…