છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ શહેરમાં કૂતરા કરડવાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. અનેક વિસ્તારોમાં રાત્રીના સમયે ભસતા શ્વાન વાહનચાલકો અને રાહદારીઓને કરડી રહ્યા છે.
અમદાવાદમાં કૂતરા કરડવાના બનાવો વધી રહ્યા છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાર વર્ષમાં શ્વાનના ખસીકરણ પાછળ 10 કરોડોનો ખર્ચ કરવામાં આવ્યો હતો. મહા નગરપાલિકાએ 1.17 લાખથી વધુ ડોગના ખસીકરણ માટે રૂ. 10 કરોડથી વધુનો ખર્ચ કર્યો છે. એક ડોગના ખસીકરણ માટે ખાનગી સંસ્થાને રૂ. 930 ચૂકવવામાં આવે છે.
મળતી વિગતો અનુસાર કુતરા કરડવાની ફરિયાદ મળ્યા બાદ પણ કૂતરાઓને પકડવા માટે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. કેટલાક સ્થળોએ રખડતા કૂતરાઓને જે તે વિસ્તારોમાં પકડવામાં આવે છે અને ત્યાર બાદ ખસીકરણ કરવામાં આવતું હોય છે અને આ ડોગને એ વિસ્તારમાં છોડી દેવામાં આવે છે.
ABC ડોગના નિયમો મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રખડતા કૂતરાઓને પકડવાની અને તેનું ખસીકરણ કરવાની જવાબદારી પણ કેટલીક સંસ્થાઓને સોંપવામાં આવી છે. તેમના દ્વારા આ કામગિરી કરવામાં આવે છે. વર્ષ-2021માં 32,730 શ્વાનનનું ખસીકરણ કરવામાં આવ્યું તેમજ વર્ષ-2022માં 29,165 શ્વાનનું ખસીકરણ કરવામાં આવ્યું છે.