કચ્છમાં અંજાર ખાતે વડાપ્રધાનશ્રીની મુલાકાતને ધ્યાનમાં રાખી ‘નો-ફ્લાય ઝોન’નું જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના પ્રવાસે આગામી સમયમાં આવી રહ્યા છે ત્યારે તેમને હ્યદયના નજીક ગણાતાં કચ્છમાં તેઓ આવી રહ્યા છે.
આગામી તા.૨ નવેમ્બર ૨૦૨૨ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અંજાર ખાતે જાહેરસભા કાર્યક્રમમાં પધારનાર છે. વડાપ્રધાનશ્રીની સલામતીની વ્યવસ્થાના ભાગરૂપે કાર્યક્રમ સ્થળ વિસ્તારને ‘નો ફ્લાય ઝોન’ જાહેર કરીને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ મિતેશ પંડ્યા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છની દરખાસ્તના આધારે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ તેમને હોદાના રૂએ મળેલી સત્તાની મુજબ ફોજદારી કાર્યરીતી અધિનિયમ સને-૧૯૭૩(૧૯૭૪નો બીજો)ની કલમ-૧૪૪ હેઠળ કચ્છ રે.સ.નં.૧૦૦૪/પૈકી ૧,૨ અને ૩ આશાબા વે બ્રિજ સામે, અંજાર આદિપુર રોડ, અંજાર ખાતે આવેલા સભાસ્થળ સહિત આસપાસના ૫૦૦ મીટર ત્રિજ્યાના વિસ્તારને તા.૨૮/૧૧/૨૦૨૨ના રોજ દિન-૧ માટે ‘નો ફ્લાય ઝોન’ જાહેર કર્યો છે. જેથી કોઈપણ પ્રકારના ડ્રોન(યુએવી), ઈલેક્ટ્રોનિક કે અન્ય હવામાં ઊડી શકે તેવા સાધનોને આ વિસ્તારમાં ઉડ્ડયન માટે પ્રતિબંધિત જાહેર કરવામાં આવેલ છે.
આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર ઠરશે.