અમદાવાદમાં આગામી 5 ડીસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે. ત્યારે ચૂંટણીપંચ દ્વારા તૈયારીઓ તેજ થઈ રહી છે. તેમાં સુરક્ષા વ્યવસ્થઆને લઈને ફોકસ કરવામાં આવી રહ્યું છે. શહેરની 16 વિધાનસભા બેઠકો માટે 5 ડિસેમ્બરે સુરક્ષા દળો મોટી સંખ્યામાં તહેનાત હશે.
આ તમામ કેન્દ્રો પર ચૂંટણી પંચના અધિકારીઓ, જિલ્લા મેજિસ્ટ્રેટ કંટ્રોલ રૂમ અને ગાંધીનગર સ્થિત સ્પેશિયલ કંટ્રોલ રૂમ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવશે. મતદાન પ્રત્યે જાગૃત કરવા પોલીસ દરેક શાળા-કોલેજમાં જઈને મતદાન અંગે જાગૃત કરવાનો પ્રયાસ કરી રહી છે. દરેક મતદાન મથકની અંદર અને બહાર સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. આ ઉપરાંત પોલીસ ડ્રોન દ્વારા પણ દરેક સેન્ટર પર નજર રાખશે. સંવેદનશીલ કેન્દ્રો પર વિડિયોગ્રાફી પણ કરવામાં આવશે.
શાંતિપૂર્ણ મતદાન માટે આ વ્યવસ્થા
શાંતિપૂર્ણ મતદાન માટે સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સની 112 કંપની અને એસઆરપીની 16 કંપનીમાંથી 10હજારથી વધુ શહેર પોલીસના જવાનો તેમજ એસઆરપી, હોમગાર્ડ સહીત 16 હજારથી વધુ જવાનો ચૂંટણીમાં ફરજ પર મુકાયા છે. આ સુરક્ષા વ્યવસ્થા ચૂંટણીમાં રથયાત્રા કરતાં વધુ છે. શહેરના 5,599 મતદાન મથકોમાંથી 1300 કેન્દ્રો સંવેદનશીલ મતદારો વ્યાખ્યામાં આવે છે. આ તમામ સંવેદનશીલ પર કેમેરા દ્વારા લાઈવ ટેલિકાસ્ટની વ્યવસ્થા કરવામાં આવશે.